તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લસકાણામાં કારખાનાના એક ભાગીદારે બીજાને ધમકી આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લસકાણામાં કારખાનાના એક ભાગીદારે બીજાને ધમકી આપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદખાતે ભાગીદારીમાં ઘંઘો કરતા ઈસમને ઘંઘો ચાલતા એક ભાગીદારેે લેવાના નીકળતા રૂપિયા બીજા ભાગીદાર પાસે માંગ્યા હતા. જેમાં રૂપિયા આપવાને બદલે ‘હવે રૂપિયા માગશો નહી’ અને જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.

સુરત મોટાવરાછા રીવર હેવન એપાર્ટમેન્ટમાં 103માં રહેતા જયંતીભાઈ પરસોત્તમભાઈ ઢોલરીયા મુળ,અમરેલીના વતની છે. કામરેજના લસકાણા ડાયમડં નગરમાં કળથીયા ઈન્ડસ્ટ્રીયલ વિભાગ 2 માં સુવિઘા ફેશન કંપનીમાં સાડીની લેશ બનાવવાનુ કામ કરે છે. જયંતીભાઈના ગામના કુષ્ણપરામાં રહેતા અશ્વિનભાઈ બટુકભાઈ ઢોલરીયાની અમદાવાદ ખાતે બાપુરનગર એપ્રોચ ચાર રસ્તા પાસે આવેલી દુકાન ગોડાઉન તરીકે ભાડે રાખયુ હતુ. અને અશ્વિનભાઈને 5 ટકાનો ભાગીદાર બનાવ્યો હતો. દુકાન ચાલુ કરતા 36,82,000નો માલ દુકાનમાં ભરાવ્યો હતો. 5000નો પગાર પણ આપતા હતા. દુકાન ચાલુ થયા બાદ 14 લાખ અશ્વિનભાઈ સુરત આપી ગયા હતા. દુકાન બરાબર ચાલતા અમદાવાદ જઈને અંદાજે 10 લાખનો માલ જયંતિભાઇ પરત સુરત લઈ આવ્યા હતા. અને હિસાબના હજૂ 12 લાખ લેવાના નીકળતા હતા. જયંતિભાઇ ઘણી વખત ફોન કરતા પરંતુ અશ્વિનભાઈ તેમના ગામનો હોવાથી ફોન રીવીસ કરતો હતો. ગત 15મી જુનના રોજ જયતીભાઈના ફોન પર વડીયા ગામના સોમાભાઈએ ફોન કરીને જણાવેલ કે અશ્વિનભાઈના કહેવાથી હુ ફોન કરુ છુ. રૂપીયા તમારી પાસેથી લેવાના નીકળી છે. અને તમે ખોટી રીતે અશ્વિનભાઈની પાસે રૂપીયાની ઉઘરાણી કરતા નહી. તેવી ઘમકી આપતા શનિવારે જયંતીભાઈએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ઘંઘો ચાલતા નીકળતા નાણા લેવા જતા માથાકૂટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો