• Gujarati News
  • National
  • કામરેજ |કામરેજ તાલુકામાં વસવાટ કરતા રઘુવંશીઓ દ્વારા રવિવારના રોજ તૃતિય

કામરેજ |કામરેજ તાલુકામાં વસવાટ કરતા રઘુવંશીઓ દ્વારા રવિવારના રોજ તૃતિય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ |કામરેજ તાલુકામાં વસવાટ કરતા રઘુવંશીઓ દ્વારા રવિવારના રોજ તૃતિય સરસ્વતી સન્માન સમારોહ કઠોરમાં રાખ્યો હતો. ભારતીય સંસ્કૃતીમાં સન્માન પરંપરા છે આવી પરંપરા સતત વધતી જાય છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વસવાટ કરતા રંઘુવશી પરિવારો દ્વારા રવિવારના રોજ સરસ્વતી સન્માન સમારોહ તથા ટેલેન્ટ શોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ વિવેક વસાણી તથા ઉપપ્રમુખ દિવ્યેશ મજીકીયા દ્વારા ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સમાજના તેજસ્વી તારલાઓને મેટલ તથા ટ્રોફીથી સન્માનીત કરાયા હતા. ટેલેન્ટ શોમાં નાના-નાના ભૂલકાંથી લઈને યુવાનોએ ભાગ લીધો હતો.

રઘુવંશી યુવા સમાજ તૃતિય સરસ્વતી સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...