• Gujarati News
  • National
  • ટ્રકચાલકની હત્યાના કેસમાં બે ઘટનાની કડી જોડી તપાસ શરૂ

ટ્રકચાલકની હત્યાના કેસમાં બે ઘટનાની કડી જોડી તપાસ શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના કડોદરા ખાતે નેશનલ હાઈવે નં 8 ઉપર શીવ શક્તિ કોમ્પલેક્સની સામે સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલી એક ટ્રકના ડ્રાઈવરને મંગળવારના રોજ મળસકે 5.30 કલાકે પલ્સર ઉપર આવેલા બે યુવાનોએ ચપ્પુ વડે હુમલો કરી ટ્રક ચાલકની હત્યા કરી હતી. પ્રકરણમાં આજ એમોથી સુરત શહેરના પાંડેસરા ખાતે પણ પલસર મોટરસાઈકલ પર આવેલા બે ઈસમોએ ટ્રક ડ્રાઇવર પર હુમલો કરી લૂંટ ચલાવી હોય અને કામરેજ ખાતે પણ એમોથી લૂંટ કરી હોય પોલીસ તમામ કડી એકત્રિત કરી ગુનાન તપાસ આદરી છે.

ઉત્તર પ્રદેશની દિલ્હી ગોરખપુર ટ્રાન્સપોર્ટના ટ્રક ચાલક મંગલા પ્રસાદ જોગેશ્વર મીશ્રા (55) ટ્રાન્સપોર્ટની ટ્રક નં (UP-78CN-5067)માં સામન ભરવા માટે પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવ્યા 27મીની મોડી રાત્રિ દરમિયાન નેશનલ હાઈવે નં 8 ઉપર કડોદરા ગામની હદમાં શિવ શક્તિ કોમ્પલેક્સની સામે પાર્ક કરીને સૂઈ ગયો હતો. દરમિયાન મંગળવારે મળસકે 5.15 કલાકે પલસર ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ મંગલા પ્રસાદ ઉપર ચપ્પુથી હુમલો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન ક્લીનર ભાગી છુટ્યો હતો. આથી લૂંટારુઓ પણ ત્યાંથી ભાગી છૂટ્યા હતાં.

ઘટનામાં મંગલા પ્રસાદનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ આજ પ્રકારની ઘટના કામરેજ મનીષા હોટલની સામે બની હતી. ત્યાં પણ પલ્સર પર આવેલા બે યુવાનોએ ટ્રક ચાલક પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે સોમવારની રાત્રિ દરમિયાન 3.00 વાગ્યાના અરસામાં પાંડેસરા જીઆઈડીસીમાં એક કંપની આગળ ટ્રક પાર્ક કરવામાં આવી હતી. ટ્રકમાં બેઠેલા બે વ્યક્તિ પૈકી વૈભવ નામના વ્યક્તી પર પણ ચપ્પુથ હુમલો કર ખિસ્સામાંથી 20000 તેમજ મોબાઈલ સહિતની વસ્તુ પલ્સર પર આવેલા બે વ્યક્તિઓ લૂંટી ગયા હતાં. ત્રણે ઘટનાન એક એમો હોવાથી પોલસે કડી મેળવી તપાસ શરૂ કરી છે. જોકે, પલ્સર મોટરસાઈકલ પર નંબર હોવાનું પણ જાણવા મળ્યું છે.

પાંડેસરા અને કામરેજમાં બનેલી ઘટનાઓ સાંકળીને તપાસનો દોર

કડોદરામાં ટ્રકચાલકની હત્યા કરી બે યુવક ફરાર થઈ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...