• Gujarati News
  • 6 લાખના ટાયર ચોરી ભાગતો ટેમ્પો પકડાયો

6 લાખના ટાયર ચોરી ભાગતો ટેમ્પો પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજતાલુકાના ખોલવડ ગામે નેશનલ હાઈવેની બાજુમાં કિષ્ના રેસીડેન્સીમાં આવેલી ટાયરની દુકાનમાં મંગળવારની રાત્રિ દરમિયાન એક ટેમ્પોમાં તસ્કરો શટર ખોલી ટાયર ચોરી કરતા હતાં તે સમયે બાજુમાં મીનરલ વોટરનો પ્લાન્ટ ચલાવતાં દુકાનદારે ટેમ્પોનો નંબર મેળવી લઈ દુકાન માલિકને જાણ કરી હતી, જેથી દુકાનમાલિકે ઘટના સ્થળ પર આવ તપાસ કરતાં દુકાનમાંથી 6.23 લાખ રૂપિયાના ટાયર તેમજ મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ ચોરી થઈ ગયો હતો. અંગે તેમણે તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરી હતી અને પોલીસે પાસ કરેલા મેસેજને આધારે વડોદરા જિલ્લાના કરજણ ટોલનાકા નજીક કરજણ પોલીસે ટેમ્પો સાથે ત્રણ આરોપીને ઝડપી લઈ 6.23 લાખનો મુદ્દામાલ કબજે લધો હતો.

અંગે પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નં 8ને અડીને આવેલ કિષ્ના રેસીડેન્સીમાં કિષ્ના ટાયર નામની દુકાન આવેલી છે. દુકાનના માલિક દેવસીભાઈ માલદેભાઈ આહિર મંગળવારની રાત્રિ દરમિયાન દુકાન બંધ કરીને ઘરે ગયા હતાં. રાત્રિના 3.30 કલાકે કિષ્ના ટાયરની બાજુમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ ચલાવતાં ઈદ્રીસભાઈ કડીવાલાને ત્યાં કામ કરતા સુભાષભાઈ સવારે પાણી ભરવા દુકાને ગયા હતાં, ત્યારે એક આઈશર ટેમ્પો (GJ-6AV-2869)માં અજાણ્યા ઈસમો દુકાનનું શટર ઉંચુ કરી અંદરથી ટાયર ટેમ્પોમાં મુકી રહ્યાં હતાં.

આથી સુભાષભાઈને શંકા જતા તેમણે અંગે ઈદ્રીસભાઈને જાણ કરી હતી. જેથી ઈદ્રીસભાઈએ અંગે દુકાનના માલિક દેવસીભાઈને જાણ કરી હતી. દેવસીભાઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. જોકે, સમયે દુકાનમાંથી તપાસ કરતાં અલગ અલગ સાઈઝના 51 ટાયર કિંમત 6,16,200 અને મોબાઈલ તેમજ રોકડ રકમ 7000 મળી કુલે 6,23,200નો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. આઈસર ટેમ્પો વડોદરા તરફ ગયો હોય અને ટેમ્પોનો નંબર જાણવા મળતાં દુકાનના માલિક દેવસીભાઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં જઈ પીઆઈ પી. એન. પટેલ અને પીએસઆઈ એન. એમ. પ્રજાપતિને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક હકીકતને આધારે સ્ટેટ કંટ્રોલ તેમજ જિલ્લામાં અંગે મેસેજ પાસ કરીને આઈસર ટેમ્પો વડોદરા તરફ ગયો હોવાની જાણ કરી હતી. આથી વડોદરા ગ્રામ્યમાં કરજણ ટોલનાકા નજીક કરજણ પોલીસે નાઈટ પેટ્રોલિંગમાં મળેલા વાયલેસ મેસેજને આધારે ઉપરોક્ત નંબર વાળો ટેમ્પો સાથે ચાર આરોપીને પકડી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી 45 ટાયરો કિંમત 5,50,000 તેમજ ટેમ્પો મળી 12,50,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને 41 (1) ડી કરી મુદ્દામાલ તેમજ આરોપીને કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી હાથ ધરી છે.

4 ઈસમો ઝડપાયા, કરજણથી પકડાયેલા ટેમ્પોમાં ચોરાયેલા ટાયર પૈકી 5.50 લાખનો મુદ્દામાલ રિકવર

કામરેજની દુકાનમાં લાખોના ટાયરની થયેલી ચોરી અને ચોરીના ટાયર સાથે ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયેલા તસ્કરો.

ટાયર ચોરીમાં પકડાયેલા ચારેય આરોપી

ખોલવડગામે દુકાનમાંથી ટાયરની ચોરીમાં કરજણથી પકડાયેલા ઈસમોમાં જુનેદ યુસુફ મીયાણી (રહે-મકરપુરા વડોદરા), ઝાકીર હુસેનપીરૂ (રહે-નવાપુરા વડોદરા), શિવમ પિતુવ નિશદરાજ (રહે-ગળગોડપાટીયા અંકલેશ્વર) અને બાબુભાઈ છોટાલાલ (રહે- ગળગોડપાટીયા અંકલેશ્વર)નો સમાવેશ થાય છે. ચારે તસ્કરોનો કબજો લઈ કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું માહિતી મળી છે.

થોડી સતર્કતાથી ચોરી કરનારા ઝડપાયા

બધવારનારોજ મળસ્કેના 3.30 કલાકે ટાયરની દુકાનમાં થયેલી ચોરીમાં ફિલ્ટર પ્લાન્ટમાં નોકરી કરતા સુભાષભાઈ સવારે દુકાનના પ્રથમ માળ પરથી મોબાઈલ ભુલી જતા નીચે પોતાની દુકાનમાં લેવા આવ્યા હતા. તેઓને દુકાનમાં ચોરી કરી રહ્યાનુ માલૂમ પડ્યું હતું. આથી તેમણે માલિકને જાણ કરીને આખી ઘટના જણાવી હતી. આથી તેમણે પોલીસને તરત જાણ કરતાં ટાયર ચોરનારા પણ પકડાઈ ગયા હતા.

સતર્કતાનું પરિણામ | ખોલવડ ગામે કિષ્ના રેસીડેન્સીમાં આવેલી દુકાનમાં થયેલી 45 ટાયરની ચોરીનો ભેદ રાતોરાત ઉકેલાયો