આશા ફળશે...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલહાઈવે નં 8 ઉપર આવેલા ઘણા ભયાનક સ્થળો પર થતાં જીવલેણ અકસ્માતો સૌ ચિંતિત બન્યા હતાં. ત્યારે સાંસદે સ્થાનિક અગ્રણીઓ તથા સંગઠનના હોદ્દેદારો સાથે વિચાર વિમર્શ કરી નેશનલ હાઈવે ઓથોરિટીને સતત રજૂઆતો કરી હતી. જેના પ્રયત્નો થકી સુરત જિલ્લાના કેટલાક વિસ્તારમાં નેશનલ હાઈવેના 299.44 કરોડના કામો મંજૂર થતાં સ્થાનિકો તથા વાહનચાલકોમાં ખુશીની લહેર ઉઠી હતી.

નેશનલ હાઈવે નં 8 ઉપર ટ્રાફિકના વધી રહેલા ભારણ સાથે અકસ્માતની જાણે વણઝાર લાગી રહી છે. ત્યારે વારંવાર થતાં અકસ્માતોથી સૌ ચિંતિત હતાં. ત્યારે સાસંદ પ્રભુ વસાવાએ અંગત રાસ દાખવી રોડ સેફ્ટી માટે જેતે વિભાગોને રજૂઆતો કરી કાર્યવાહી હાથ ધરવાની માગ કરી હતી. તે માટે કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી તથા નેશનલ ઓથોરેટીના ડાયરેક્ટરની વારંવાર મુલાકત લીધી હતી.

આમ નેશનલ હાઈવેના વર્ષોથી અટવાયેલા કામોને મંજૂર કરવામાં સાંસદ પ્રભુભાઈ વસાવાને મળેલી સફળતાથી સૌએ અભિનંદન પાઠવ્યા હતાં. અને અકસ્માતોની વણજારો તથા ટ્રાફિકના સળગતા પ્રશ્નોના નિરાકરણથી આશાથી સૌમાં ખુશીની લહેર ઉઠી હતી.

જોખમી સ્થળો આવરી લેવાયા

તેમણેનેશનલ હાઈવેના જોખમી સ્થળોની ગંભીરતાની રજૂઆતો કરી હતી. જેના પરિણામ સ્વરૂપ નેશનલ હાઈવે સીક્સલેન બનાવવો, ફ્લાય ઓવર ઓવરબ્રીજ, અંડર પાસ તેમજ સર્વિસ રોડ મળી કુલે 299.44 કરોડના રસ્તા કામો મંજૂર કરવામાં આવ્યા હતાં. જેમાં ચલથાણથી કામરેજનો સીક્સલેન તથા પીપોદરાનો અંડરપાસ, ઉંભેળ ફ્લાય ઓવરબ્રિજ, સંજીવની હોસ્પિટલ, કામરેજ સુગર ફેક્ટરી પાસે ફ્લાય ઓવર ઉપરાંત ધોરણપારડી, ખોલવડ ક્રોસ રોડ, કોસમાડી જંકશન, વલથાણ પાટીય જેવા અનેક સ્થળોનો સલામત યુક્ત બનાવવામાં આવશે. ઉપરાંત અનેક સર્વિસ રોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સતત રજૂઆતોનું પણ પરિણામ

^હાઈવે નં 8 ઉપર સતત અકસ્માતો થતા રહે છે. જેને કારણે અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યાં છે. હાઈવેને વધુ સલામત બનાવવા તથા સ્થાનિકોની અકસ્મતોની ચિંતા દૂર કરવાના પ્રયત્નોના ભાગરૂપે કરાયેલી રજૂઆતો કેન્દ્રીય નેતાઓએ સાંભળી હતી અને સમસ્યાને ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી તથા હાઈવે ઓથોરિટીનો પૂરતો સહયોગ રહ્યો છે. > પ્રભુભાઈવસાવા, સાંસદ,બારડોલી

હાઈવે 8ના બ્લેક સ્પોટ વિસ્તારમાં 299.44 કરોડના ખર્ચે નવીનીકરણ થશે

અન્ય સમાચારો પણ છે...