તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોગસ દસ્તાવેજો ઉભા કરી જમીન પચાવી પાડવા જતાં ત્રણ ભેરવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ દસ્તાવેજો ઉભા કરી જમીન પચાવી પાડવા જતાં ત્રણ ભેરવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલુરાગામે આવેલી વડીલોપાર્જીત મિલ્કતની જમીન પચાવી પાડવા માટે ચાર ઈસમોએ બ્લોક વિભાજન અંગેનુ સંમતિપત્રક બનાવટી અંગુઠા ચૂંટણીકાર્ડ તથા સેગવા આસ્તા મંડળીનો ખોટો દાખલો ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ ઉભો કરી દેતા કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઘટના અંગે પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના સેગવા ગામે પટેલ ફળીયામાં સુર્યકાંત વિનોદભાઈ પટેલ રહે છે. કુટુબની સયુંકત વડીલોપાર્જીત મિલ્કત અલુરા ગામે સર્વે નંબર 96/1.96/2,97/1,97/2 જેનો બ્લોક નંબર 88ની જુની શરતની જમીન આવેલી છે. જે જમીન વિનોદભાઈ નાથુભાઈ પટેલના નામે ચાલી આવેલ છે વિનોદભાઈનુ અવસાન થઈ ગયુ હતુ. ત્રણેક વર્ષ અગાઉ બારડોલી ખાતે સમીર ઉર્ફે નર્સગ ઉર્ફે સેમ પકંજ રાઠોડ (રહે-દસ્તાન) સાથે થઈ હતી. સમીર પાસે સોનુ ગીરવે મુકીને રૂપિયા લીઘા હતા. 15 થી 20 લાખ રૂપિયાની ત્રણ વર્ષ અગાઉ જરૂર પડતા સમીરે ચંદુભાઈ ગુલાબભાઈ કંથારીયા (રહે-દસ્તાન) સાથે ઓળખાણ કરાવીને જમીન ગીરવે મુકીને એક ટકાએ રૂપિયા લેવા વડીલો પારર્જિત મિલ્કતની મામલતદાર કચેરીમાં ઈનપુટ કઢાવી પડશે તેમ કહી નકલો કઢાવી હતી સમીરે ચંદુભાઈ પાસેથી ત્રણ ચેંકથી 15 લાખ લીઘા હતા. નરેશભાઈ છગનભાઈ પટેલએ 10 લાખનો ડ્રાફટ લઈ ની ફેન્ચાઈઝીઝ આપવાના બહાને ખેતીની જમીન પચાવી પાડવા ખોટા ઉભા કરેલા દસ્તાવેજો માટે પણ નોટીસ પ્રસિદ્ધ કરાવી હતી. સબ રજીસ્ટારમાં દસ્તાવેજની નકલ કઢાવતા ગામના બે ઈસમની બનાવટી સહીઓ કરી હતી. આસ્તા મંડળીનો બોજો જમીનમાં હતો તે મંડળીનુ લેટર પેડ પણ બનાવટી કરવામાં આવ્યુ હતુ. બ્લોક વિભાજનમાં સુર્યકાંતભાઈના કાકાનુ મતદાર કાર્ડ પણ ડુપ્લીકેટ લગાવવામાં આવ્યુ હતુ. આમ કરીને નરેશ પટેલ(કાછડીયા), સમીર રાઠોડ અને ચંદુ કંથારીયા ત્રણેય ઈસમ મળીને સુર્યકાંતભાઈ સાથે છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરીને બોગસ પુરાવા ઉભા કરતા કામરેજ પોલીસે ત્રણે ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અલુગા ગામે આવેલી જમીન મેળવવા કારસો રચ્યો હતો

ત્રણેય વિરૂદ્ધ કામરેજ પોલીસમાં છેતરપીંડીનો ગુનો દાખલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો