તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સુરક્ષા સેતુ રથનો કામરેજ ચાર રસ્તા પાસેથી શુભારંભ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષા સેતુ રથનો કામરેજ ચાર રસ્તા પાસેથી શુભારંભ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજચાર રસ્તા ખાતે આવેલી ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામકબીર સ્કુલમાં મંગળવારના રોજ સવારે સુરક્ષા સેતુ રથનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત સરકાર દ્વાર પોલીસ અને પ્રજા એકબીજાના પુરક બની રહે બન્ને વચ્ચે સેતુ ઘર્ષણ થાય માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સુરક્ષા સેતુ રથનો પ્રારંભ કરવામાં આવતા સ્કુલમાં અભ્યાસ કરતા બાળકો,મહિલાઓ અને વરિષ્ઠ નાગરીકો મોટી સંખ્યા હાજર રહીને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

પ્રંસગે ડીવાયએસપી એસ.આઈ. પટેલ, એસ. જી. રાણા કામરેજ પીઆઈ પી. એન. પટેલ તથા રામકબીર સ્કુલના મંત્રી વિનુભાઈ ભકત, વિનુભાઈ મોદી, આર્ચાય મહેશભાઈ પટેલ, કેતનભાઈ દેસાઈ સહિત તાલુકાના આગેવાનો અને વરિષ્ઠ નાગરીકો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેશભાઈ પટેલે માહિતિ આપતા જણાવ્યુ હતુ કે સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ દ્વારા પ્રજાલક્ષી જે કાર્યો થયેલા છે અને સતત ચાલતા રહે છે તે મહિલાઓ, બાળકો, વૃદ્ધોના પ્રશ્નો નિરાકરણ માટે પોલીસ સહાયતા કેન્દ્ર ઔદ્યોગિક એકમોમાં મજૂરો માટે માલિકો માટે ઔઘોગિક સુરક્ષા કેન્દ્ર શરૂ થયા છે. તેમજ મહિલાઓ માટેની યોજનાઓ, બાળકો, વિદ્યાર્થી માટેની યોજનાઓ, સિનિયર સિટીઝન માટેની યોજનાઓ તથા પ્રવૃતિઓ જેવી કે કાયદો અને વ્યવસ્થાનુ પાલન અને અમલ મહિલા અને બાળ સુરક્ષા, સલામતી અને સાવચેતી, શહેરી પ્રશ્ન, ટ્રાફિક પ્રશ્નો વગેરે માટે કાર્યક્રમ યોજી તાલીમ આપી લોકોમાં જાગૃતિ લાવવાની પ્રવૃતિ હાથ ઘરવામાં આવી છે. જે માટે રાજ્ય સરકારએ 39 સ્થળે સુરક્ષા સેતુ સોસાયટી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. તેમજ સોસાયટી અંતર્ગત ચાલતી પ્રવૃતિઓનુ જ્ઞાન આપવા રાજ્ય પોલીસની 9 રેંજમાંથી દરેક રેંજમાં એક સુરક્ષા સેતુ રથ દ્રારા પ્રજા અને શાળામાં વિદ્યાર્થીઓને પોલીસની પ્રવૃતિઓ કાર્યો, પોલીસ કઈ રીતે પ્રજાનો મિત્ર બની રહે છે માહિત ગાર કરવા માટે સુરક્ષા સેતુરથનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. અંતે બાળકોએ રથને નિહાળ્યો હતો.

કામરેજમાં સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો