• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | ઈન્ટેકવેલની આસપાસ પ્રતિબંઘિત વિસ્તાર હોવા છતાં તંત્રના નાક નીચે પૂરજોશમાં રેતીખ

ભાસ્કર િવશેષ | ઈન્ટેકવેલની આસપાસ પ્રતિબંઘિત વિસ્તાર હોવા છતાં તંત્રના નાક નીચે પૂરજોશમાં રેતીખનન ચાલી રહ્યું છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીંબાગામે આવેલા મંદિરના ઓવારાની સામે બૌઘાન ગામની લીઝના માલિકો દ્વારા રેતી ખનન કરતા મંદિરને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. તો બીજી તરફ બૌધાનના ઈન્ટેક વેલની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાંથી પણ રેતી ખનન પુર જોસમાં ચાલી રહ્યુ છે.

સુરત જિલ્લામાંથી પસાર થતી સુર્યપુત્રી તાપીનદીમાં રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા બેરોકટોક રેતી ખનન પ્રવૃતિ પુરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં હમણા બે દિવસ અગાઉ સુરત ભુસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલે ઘલા ગામે ગેરકાયદેસર રેતી ખનન પર્વુતિ પકડી પાડીને ચાર ટ્રકો અને નાવડીઓ પકડી પાડી અંદાજે 40 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમ ટીંબા ગામે પણ બૌઘન ગામનુ ઈન્ટેક વેલની 200 મીટરની આસપાસના વિસ્તારમાં રેતી ખનન કરવા પર પ્રતિબંધ હોવા છતા રેતી માફિયાઓ દ્વારા બેરોકટોક રેતી ખનન પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેના લઈને ઈન્ટરવેલના પાયાને પણ ભારી નુકશાન થઈ શકે.

ગામમાં આવેલા ગલતેશ્વર મંદિરના ઓવારાની સામે પણ બૌઘાન ગામના લીઝ હોલ્ડર દ્વારા મંદિરના ઓવારા પાસે રેતી ખનન પુરજોશમાં કરવામાં આવતા મંદિરને પણ મોટુ નુકશાન થઈ શકે તેમ છે. જેના લઈને શુક્રવારના રોજ પેવર બ્લોકનુ ખાર્તમુર્હત કરવા આવેલા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલને મંદિરના ટ્રસ્ટીઓ રજુઆત કરતા કલેકટરને રજુઆત કરીને રેતી ખનન બંધ કરાવી દેવાની ખાતરી આપી હતી. આમ કામરેજ તાલુકામાં પુરજોશમાં રેતી ખનન પર તંત્ર લગામ કશે તે જરૂરી છે.

રેતી માફિયાઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં બેરોકટોક રેતી ખનન પ્રવૃતિ કરવામાં આવી રહી છે.

પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતીખનન

રેતીખનન કરતા રેતી માફીયાઓ દ્વારા રોયલ્ટી પોતના વિસ્તારની આપે છે. અને રેતી ખનન બીજા પ્રતિબંધિત વિસ્તારમાંથી કરે છે. જ્યારે તંત્રનું ચેંકિગ આવે છે ત્યારે રેતી કાઢતી નાવડીઓ પોતાના વિસ્તારમાં સગેવગે કરી નાંખવામાં આવે છે.

ટીંબા ગામે તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનનનો વેપલો

અન્ય સમાચારો પણ છે...