• Gujarati News
  • National
  • ઓખીને પગલે કામરેજ તાલુકામાં તંત્ર અેલર્ટ થયું

ઓખીને પગલે કામરેજ તાલુકામાં તંત્ર અેલર્ટ થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીવાવાઝોડાના લઈને કામરેજ પ્રાંતે આજરોજ તાલુકાના તમામ ગામના સરકારી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે. તાલુકા પંચાયત કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

ઓખી વાવાઝોડું આજે મઘરાતે સુરતમાં પ્રવેશતા 50 થી 60 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેને લઈ કામરેજ પ્રાંત કે. જી. વાઘેલાએ પણ સરકારી તંત્રને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. જેમાં તાલુકાના 69 ગામોના તમામ તલાટી, સરપંચ, શિક્ષકો સહિતના સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના તંત્રને પોતાનું હેર્ડ કવાર્ટસ નહિ છોડવા સૂચના આપવામાં આવી છે. તમામ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લામાં બે એનડીઆરએફની ટીમો સચીન ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. નિચાણ વાળા વિસ્તારોના તમામ સરપંચોને તલાટી સાથે સતત સંપર્કમાં રહેવા માટે પણ આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. ઓખી વાવઝોડાના લઈને કામરેજ તાલુકા પંચાયતમાં કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

DGVCLની ટુકડીઓ બનાવાશે

ઓખીવાવાઝોડાના લઈને સવારથી વાતાવરણ ભારે પલ્ટો લઈને પવન સાથે વરસાદ ચાલુ થતા કામરેજ તેમજ કઠોર ડીજીવીસીએલની એન્જિનિયરોની ટીમોને સ્ટાફ સાથે અલગ અલગ ટુકડી બનાવી રહેશે.

લગ્નનારંગમા ભંગ પડ્યો

ઓખીવાવાઝોડા થી 4 ડીસેમ્બરના રોજ લગ્ન ઘણા હોવાથી રાત્રીના વરસાદ આવતા લગ્નનો માહોલ પણ બગડયો હતો.લોકો લગ્નમાંથી પણ જમ્યા વગરના ચાલ્યા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...