તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આંબોલી ખાતે માહ્યાવંશી સમાજની ટી 20 મેચ રમાઈ

આંબોલી ખાતે માહ્યાવંશી સમાજની ટી 20 મેચ રમાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજમાંમાહ્યાવંશી ક્રિકેટ બોર્ડ સંચાલીત ટી 20 ટુનાર્મન્ટ તથા ફ્રેન્ડ ગૃપ આયોજીત મેચમાં ફાઈનલ માં ફ્રેન્ડસ ઈલેવન લીંડીયાત અને ક્રાંતિ ઈલેવન અમરોલી વચ્ચે રમતા ક્રાંતિ ઈલેવન 4 વિકેટ પર વિજેતા થઈ હતી.

સુરત જીલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામમાં ગામના નવયુવાનો દ્રારા ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યુ છે.જેમાં માહ્યાવંસી ક્રિકેટ બોર્ડ સંચાલીત પ્રથમ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સુરત જીલ્લામાં વસવાટ કરતા માહ્યાવંસી સમાજ અલગ-અલગ ગામોની 22 ટીમોએ ભાગ લીઘો હતો.ક્રાંતિસીસી ઈલેવન અમરોલી કેપ્નટ હિતેશભાઈ કંથારીયા તથા ફ્રેન્સ ઈલેવન લીંડીયાત કેપ્ટન શૈલેષભાઈ સોદાગર ની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી.જેમાં પ્રથમ ટોસ ફ્રેન્સ ઈલેવનએ જીતી બેંચીગ કરતા 84 રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.જેમાં નવીનભાઈ પરમારએ ત્રણ વિકેટ લીઘી હતી.જયારે બીજી બેટીંગમાં ક્રાતીસીસી ઈલેવન અમરોલી 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીઘી હતી.સૌથી 46 રન મયંક મહેદીવાલાએ કરતા મેન ઓફ મેચ,બેસ્ટ બેસ્ટમેન,બેસ્ટ બોલર ઉઝવલ ભગત 9 વિકેટ લીઘી સમાજના આગેવાન દ્રારા તમામને રોકડ તથા ટ્રોફી એનાયત પ્રાણજીવનભાઈ ચાવડા અને નરેશભાઈ ચાવડાના હસ્તે એનાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...