• Gujarati News
  • National
  • અનેક ચોરીને અંજામ આપનારો રીઢો ચોર ઝડપાયો

અનેક ચોરીને અંજામ આપનારો રીઢો ચોર ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | પોલીસને બાતમી મળી હતી કે સુરત અન બોટાદમાં ચોરી ને અંજામ આપનારો ઈસમ કડોદરા નિલમ હોટલની નજીક કોઈ ઘટનાને અંજામ આપવાની ફીરાકમાં ઊભો છે. જેને આધારે કડોદરા પોલીસે ચોરને ઝડપી પાડયો હતો. પૂછતાછ કરતાં ઉમેશ વસરામ દેવીપુજક, (23) (રહે. શ્રીજી સોસાયટી કામરેજ, વાવ, મૂળ રહે. બોરાણા ગામ, તા. ચુડા, જિ. સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યુ હતું. બે માસ અગાઉ ચોકબજાર પોલીસ મથકની હદમાં એલઈડી ટીવી તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ બોટાદ જિલ્લાના રાણપુરા પોલીસ મથકની હદમાં મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસ વધું પૂછપરછ હાથ ધરી છે.