કઠોર નજીક વાહન અડફેટે ઘલુડી ગામના યુવકનું મોત
ઘલુડી ગામે રહેતા યુવાન રવિવારના રોજ સવારે નોકરી પર જતા ઘલુડી ચાર રસ્તાથી કઠોર જતા રોડ પર અજાણ્યા વાહનના ચાલકે યુવનને ટકકર મારતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા થઈ હતી. યુવાનનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ.
કામરેજ તાલુકાના ઘલુડી ગામે નિકોરા ફળીયામાં રહેતા રવિકુમાર રજનીકાંતભાઈ પટેલ(24)નાઓ મામાના ઘરે રહીને સુરત ખાતે એમેઝોનમાં નોકરી કરતો હતો. રવિવારના રોજ સવારે 10.00 કલાકે નોકરી પર જવાનો હોવાથી પોતાની હોન્ડા અરનેસ્ટ મોટરસાઈકલ નંબર (જીજે- 5 એનજી- 4437) લઈને નીકળી નોકરી જઈ રહ્યો હતો. કઠોર ગામની સીમમાં ઘલુડી ચાર રસ્તાથી કઠોર જતા રોડ પર અજાણ્યા વાહનના ચાલકે મોટરસાઈકલ સવાર યુવાનને ટકકર મારતા રવીને માંથા તેમજ શરીરે ગંભીર ઈજા થઈ હતી. જેથી સારવાર માટે ખોલવડની દિનબંઘુ હોસ્પીટલમાં લઈ ગયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પીટલમાં લઈ ગયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. ઘટનાની જાણ રવિના મામાને રાહદારીએ ટેલીફોનીક જાણ કરતા દીલીપભાઈ થતા અજાણ્યા વાહનના ચાલક વિરૂઘ્ઘ પોલીસ ફરિયાદ આપી હતી.
અકસ્માત ગ્રસ્ત બાઈક