તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવી પારડીની સીમમાંથી 74780નો દારૂ પકડાયો

નવી પારડીની સીમમાંથી 74780નો દારૂ પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીપારડી ગામની સીમમાં લીમોદ્રાવાળા રોડ પર ટોરેન્ટ પાવરની પાછળ આખાખોલ પાંજરાપોળની પડતર જગ્યામાં લીંડીયાતનો બુટલેગર દારૂ વેચતો હોવાની બાતમીના આધારે કામરેજ પોલીસે રેડ કરતા દારૂની કુલ્લે નંગ 455 કિંમત 74,780 પકડાયો હતો. પોલીસને બુટલેગર ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યો હતો.

કામરેજ પોલીસ મથકમાં કઠોર પીસીઆર પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રભાઈ ધીરુભાઈને ગુરુવારના રોજ બાતમી મળી હતી કે નવી પારડી ગામની સીમમાં થી પસાર થતો લીમોદ્રા રોડ ટોરેન્ટ પાવરની પાછળ આખાખોલ પાંજરાપોળની ઝાડીવાળી પડતર જગ્યા રોડ પાસે માંગરોલ તાલુકાના લીંડીયાત ગામનો બુટલેગર સંદીપ સતુ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પીએસઆઈ ઝેડ. એલ. ઓડે દરા તથા સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરવા જતા પોલીસને જોઈ સંદીપ વસાવા નાસી છૂટ્યો હતો. તપાસ કરતાં વિદેશી દારૂની નાની મોટી અલગ-અલગ કંપની બોટલ નંગ 455 કિંમત 74,780 પકડાયો હતો. જે અંગે કામરેજ પોલીસે સંદીપને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...