તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચારદિવસ અગાઉ કામરેજ શામપુરા રોડને અડીને નનસાડ ગામની હદમાં આવેલા

ચારદિવસ અગાઉ કામરેજ-શામપુરા રોડને અડીને નનસાડ ગામની હદમાં આવેલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચારદિવસ અગાઉ કામરેજ-શામપુરા રોડને અડીને નનસાડ ગામની હદમાં આવેલા શેરડીના ખેતરમાં કામરેજ ડિવિઝનના સેવણી ફીડરના એગ્રીકલ્ચર વિભાગના વીજતાર શેરડીના ઉભા પાકને અડી જતા 6 વીઘા શેરડીના પાકને નુકશાન થવા પામ્યું છે.

કામરેજ તાલુકાના કામરેજ ગામમાં રહેતા અમિતભાઈ દિલિપભાઈ પટેલનું કામરેજ-શામપુરા રોડ પર નનસાડ ગામની સીમમાં બ્લોક નંબર 142નું 14 વીઘા ખેતર આવેલું છે. જેમાં બારડોલી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની શેરડીનો પાક બનાવવામાં આવ્યો છે. જેમાં ચાર દિવસ અગાઉ કામરેજ ડિવિઝનના સેવણી ફીડરની એગ્રીકલ્ચર વિભાગની થ્રી ફેઝ લાઈનના ઝુલતા તાર શેરડીના ઊભા પાકમાં અડી જતા શોર્ટ સર્કિટ થતા શેરડી નો 6 વીઘાં ઉભો પાક બળી ગયો હતો. જેના લઈને ખેડૂતને અંદાજે 6 લાખ જેટલુ નુકશાન થવા પામ્યું હતું. ખેતરમાં ઝુલતા અનુસંધાનપાના નં. 2

નનસાડમાં શોર્ટ સર્કિટથી 6 વીઘાં શેરડી ખાક

અન્ય સમાચારો પણ છે...