• Gujarati News
  • National
  • કામરેજથી જુગાર રમતા 10 ઇસમો રંગેહાથ ઝબ્બે

કામરેજથી જુગાર રમતા 10 ઇસમો રંગેહાથ ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લા એલસીબીએ બાતમીને આધારે કામરેજમાં પટેલ પાઉંભાજીના નામે દુકાન ચલાવતાં અને ખોલવડના ગાયત્રી નગરમાં બિપીનભાઈ ભગવાનજી અધેરાના ઘરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી 10 વ્યક્તિ ને બાજીના 21000 રોકડા તેમજ અંગ ઝડતી મળી 4.78 લાખ તેમજ બે ફોરવ્હીલ કાર 1 મોટરસાઈકલ અને 11 મોબાઈલ કિંમત રૂપિયા 5.30 લાખ મળી કુલે 10.80 લાખનો મુદ્દામાલ કબજે કરતાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ખોલવડ ગામે ગાયત્રી નગર ખાતે રહેતા બિપીનભાઈ ભગવાનજીભાઈ અધેરાના ઘરમાં બીજા માળની રૂમના રાત્રિના 11.00 વાગ્યા પછી જુગાર રમાડવામં આવેલ છે. જે સવાર સુધી ગંજીપાના ઉપર જુગાર રમેછે. જેવી ચોક્કસ હકીકત જિલ્લા પોલીસવડાને મળી હતી.

અન્ય સમાચારો પણ છે...