• Gujarati News
  • National
  • કામરેજ| ગુજરાતજમીન મહેસૂલ નિયમો ૧૮૭૯ ના નિયમ ૧૦૬ તથા ૧૩૫(જી) હેઠળ તા.૮ ૯ ૨૦૦૯

કામરેજ| ગુજરાતજમીન મહેસૂલ નિયમો-૧૮૭૯ ના નિયમ-૧૦૬ તથા ૧૩૫(જી) હેઠળ તા.૮/૯/૨૦૦૯

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ| ગુજરાતજમીન મહેસૂલ નિયમો-૧૮૭૯ ના નિયમ-૧૦૬ તથા ૧૩૫(જી) હેઠળ તા.૮/૯/૨૦૦૯ થી સુરત જિલ્લાના દસ તાલુકાઓની રી-સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કામરેજ તાલુકાના લાડવી ગામે રી-સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોઈ રી-સર્વે મુજબ ગામ નમુના નંબર.૧ પ્રમાણે નવીન ૭/૧૨ નું રેકર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જે તાલુકા સેવા સદન, બીજો માળ, નાયબ કલેક્ટર કામરેજની કચેરી ખાતે આગામી તા.૩૦/૬/૨૦૧૬ના રોજ પ્રમાણિત કરવામાં આવનાર છે. નવીન તૈયાર થયેલ રેકર્ડ બાબતે જે કોઈ જમીન ધારકોને વાંધો/હરકત હોય તેમણે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે તા.૨૭/૬/૨૦૧૬ સુધીમાં નાયબ કલેક્ટર, પ્રાંત કચેરી કામરેજ તથા મામલતદાર કચેરી ખાતે વાંધા રજુ કરી શકાશે. રેકર્ડ કચેરી સમય દરમિયાન લાડવી ગ્રામ પંચાયત કચેરી ખાતે જોવા મળશે.

લાડવી ગામે થયેલ રી-સરવે અંગે વાંધા રજુ કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...