• Gujarati News
  • National
  • વેંલજા ગામના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે તંત્રને રજૂઆત

વેંલજા ગામના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે તંત્રને રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેંલજાગામે થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામોના લઈને ગામમાં નહેરનું પાણી ગૌચરમાં વાળી દેવા આવ્યુ તેમજ નહેર સાંકળી કરી દેવામાં આવી અને ડ્રેનેજનુ પાણી ગામના પાદર પર ખુલ્લામાં છોડી દેવામાં આવતા સરકારી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.

કામરેજ તાલુકામાં વેંલજા ગામમાં વિકાસ વિકાસની વાતો સાથે જયાં જુઓ ત્યા આડેઘડ અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાંટયો છે. જેના લઈને સોમવારના રોજ સુરત જિલ્લા પંચાયતના કઠોર બેઠક પરના કોગ્રેંસ સભ્ય દર્શન નાયક દ્રારા સાંજના ગામના લોકો સાથે કામરેજ મામલતદાર, પ્રાંત અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ છે. જેમાં જણાવ્યુ હતું કે વેંલજા ગામે માયનોર નહેર ની અંદર ચણતર કરીને નહેરના પાણીને વેંલજા ગામની ગૌચરની જમીનમાં વાળી દેવામાં આવ્યુ છે.મુખ્ય નહેરમાંથી માયનોરમાં પાણી આવે છે તેના દરવાડા પર તાળુ મારી દેવામાં આવતા ખેડુતોને પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. મોટા પાયે બાંધકામો થતા હોય બિલ્ડરો નહેર પર દબાણ કરી પુરાણ કરી નહેરની સાંકળી કરી નાખે છે અને પરવાનગી મુજબ બાંધકામો કરતા નથી. બાંધકામો તાત્કાલિક દુર કરવા. વેંલજા ગામમાં ઘણી સોસાયટીઓના બાંધકામો થઈ ગયા છે અને હજી ઘણા કામો ચાલી પણ રહ્યા છે. તમામ સોસાયટી પોતાની ડ્રેનેજનુ પાણી વેલંજા ગામના પાદર તરફ ખુલ્લું છોડી દેવામાં આવતા ગામમાં ગંદકી ફેલાઈ રહી છે અને હવે નજીકના દિવસોમાં વરસાદની સીઝન ચાલુ થવાની છે ત્યારે ભારે રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે. ડ્રેનેજનુ પાણી બંધ કરી યોગ્ય પગલા લેવામાં આવે અને થારોલી ગામે આવેલા તળાવની પાળના રિપેરિંગ મટે રજૂઆત કરાઇ છે.

ડ્રેનેજનું પાણી ખુલ્લામાં છોડી દેવાતા આરોગ્ય સામે જોખમ

મામલતદાર, પ્રાંત અને ટીડીઓને આવેદન પાઠવાયું

અન્ય સમાચારો પણ છે...