તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વરાડ ગામના વીરલા છીતાભાઈને આખરે અંગ્રેજ સરકારે સંપત્તિ આપવી પડી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાડ ગામના વીરલા છીતાભાઈને આખરે અંગ્રેજ સરકારે સંપત્તિ આપવી પડી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીસત્યાગ્રહ સમયે ખેડૂત પર લાદવામાં આવેલ અહસ્ય મહેસુલ નહીં ભરવાની ‘નાકર’ની લડત શરૂ થઈ હતી. જેમાં બારડોલી તાલુકાના વરાડ ગામના પાટીદારોએ હિજરત કરી હતી. તે દરમિયાન વરાડના વીરલા એવા છીતાભાઈ ભીખાભાઈ પટેલની મિલકત સરકારે હરાજી કરી વેચી દેતા તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે સરકાર મિલકત પાછી નહીં આપે ત્યાં સુધી ગામમાં પગ નહીં મુકુ. અને સાત વર્ષ બાદ અંગ્રેજ સરકારે મિલકત પાછી આપતાં સરદાર વલ્લભભાઈ છીતાભાઈ પટેલને તેડી આવ્યા હતાં. અને તેમના નવા ઘરમાં ગાંધીજીએ પ્રથમ પગલા પાડ્યા હતાં. જે અંગેના પુરાવા હજુ વરાડ ગામમાં મોજુદ છે.

અંગ્રેજ સાશન સમયે મુંબઈ ઈલાકામાં સૌથી વધુ મહેસુલ ગુજરાતના ખેડૂતો પર નંખાયો હતો. જેના કારણે ખેડૂતોની હાલત બદ્દથી બત્તર થતાં તેઓ પાઈમાલ થઈ જવાના આરે આવ્યા હતાં. મહેસુલનો વિરોધ કરી ‘નાકર’ની લડત શરૂ થઈ હતી. ના કરની લડાઈમાં 1932માં વરાડ ગામના ખેડૂતોએ આક્રમક રીતે ઝંપલાવ્યું હતું. દરમિયાન વરાડના પાટીદારોએ અંગ્રેજી શાસનમાંથી ગાયકવાડી સ્ટેટમાં હીજરત કરી હતી. તે સમયે વરાડ ગામના અડધા પાટીદારો રામપરા ખરવાસા ગયા હતાં. જ્યારે અડધા પાટીદારો હાલના કામરેજના પરબ ગામે રોકાયા હતાં. આખુ ગામ પાટીદારોથી ખાલી થઈ ગયું હતું. સમય દરમિયાન સરકારે વરાડ ગામના વીરલા એવા છીતાભાઈ ભીખાભાઈ પટેલની જમીન અને મિલકતની હરાજી કરી વેચી દીધી હતી. તે સમયે છીતાભાઈએ એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકાર તેમને મિલકત પાછી નહીં આપે ત્યાં સુધી તેઓ વરાડ ઘરે પરત નહીં ફરે. પ્રતિજ્ઞાને વળગી રહી તેઓ વરાડ ગામે આવ્યા હતાં. સરકાર અને સત્યગ્રહીઓ વચ્ચે નાકરની લડતમાં ઘર્ષણ થતુ રહેતું હતું. અને આખર સાત વર્ષ બાદ સરકારે તેમની મિલકત સરકારે પાછી આપી હતી. 29-1-1939ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પરબ મુકામે ગયા હતાં અને છીતાભાઈ ભીખાભાઈ પટેલને વરાડ ગામે તેડી લાવ્યા હતાં. છીતાભાઈ પટેલનું સ્વાગત ભારે ઉત્સાભેર કરવામાં આવ્યું હતું. પ્રવેશ પ્રસંગે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજીના દક્ષિણ આફ્રીકાના સાથી કેલનબેક અને જિલ્લા તથા બારડોલી તાલુકાના તમામ આગેવાનો વરાડ ખાતે એકત્ર થયા હતાં. અને એમનું બહુમાન કરાવ્યું હતું. વરાડના તેમના ઘરમાં ગાંધીજીએ પ્રથમ પગલાં પાડ્યા હતાં. પછી બધા દાખલ થયા હતાં. છીતાભાઈ એક આદર્શ સત્યાગ્રહી, હિજરતી અને દ્રઢ મનોબળવાળા ખેડૂત હતાં. સ્વમાનભેર જીવન વિતાવ્યું હતું. વરાડના એમના મકાનમાં આજે પણ ખાસ તકતી મુકવામાં આવી છે. લોકો તકતી જોવા માટે આવતા રહે છે.

સુભાષચંદ્ર બોઝનો 51 બ‌ળદનો રથ છીતાભાઈએ ચલાવ્યો હતો

13-2-1938નારોજ બારડોલીના હરિપુરા ખાતે સુભાષચંદ્ર બોઝ દ્વારા અધિવેશનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુભાષચંદ્ર બોઝ વરાડ, ખોજપારડી, કંટાળી થઈ ભામૈયા ગામ થઈ હરિપુરા પહોંચ્યા હતાં. સમયે 51 બળદ રથમાં તેનું સરઘષ નિકળ્યું હતું. હવે પ્રશ્ન હતો કે 51 બળદના રથના હાંકી શકે એવો સક્ષમ સારથીની જરૂર હતી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે વરાડના વિરલા એવા છીતાભાઈ પટેલની સારથી તરીકે પસંગી કરવામાં આવી હતી.

સાત વર્ષ બાદ મિલકત પાછી આપતાં સરદાર પટેલ છીતાભાઈને તેડી લાવ્યા હતા

પ્રતિજ્ઞા લીધી હતી કે અંગ્રેજો જપ્ત મિલકત પાછી આપે ત્યાં સુધી ગામમાં પગ નહીં મૂકું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો