• Gujarati News
  • સાંકરીમાં પ્રમુખ સ્વામીજીની જયંતી ધામધૂમથી ઉજવાશે

સાંકરીમાં પ્રમુખ સ્વામીજીની જયંતી ધામધૂમથી ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રગટબ્રહ્મસ્વરૂપ પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો 94મો જન્મોત્સવ મહાતિર્થ સાંકરી ખાતે હજારો હરિભક્તોની હાજરીમાં સંતોના સાનિધ્યમાં ધામધૂમથી 29મી નવેમ્બરના રોજ પરમચિંતન સ્વામી અને ધ્યાનજીવન સ્વામીના માર્ગદર્શન હેઠળ ઉજવાશે.

પ્રમુખ સ્વામિ મહારાજે જે પ્રસાદીના સ્થાનમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. તે જૂના મંદિરમાં મૂર્તિ સ્થાપનાનો કાર્યક્રમ પણ તા.29 નવેમ્બરના રોજ સવારે 9થી 11 કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. પ્રતિષ્ઠાવિધિ શાસ્ત્રોક વિધિથી સુરત મંદિરના મહંત પૂ. ઘનશ્યામ બાપા અને સંતોના સાનિધ્યમાં થશે. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતી નિમત્તે તબીબી વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાશે, જેમાં સંસ્થાના હરિભક્તો, સંતો, મહિલા અને વિદ્યાર્થીઓ રક્તદાન કરીને પ્રમુખ સ્વામી મહારાજના કાર્યને વેગ આપશે. તે સમયે સુરતના તબીબો દ્વારા મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ પણ યોજાશે.

જન્મ જયંતી સભા

સાંકરીમંદિરનાપાછળ આવેલ વાડીના પરીસરમાં જન્મજયંતી સભા સાંજે 5થી 8 દરમિયાન ઉજવાશે. જેમાં બારડોલી, વ્યારા, માંડવી, મઢી, ઉચ્છલ નિઝર, કામરેજ, પલસાણા, સુરત અનેનવાસરીના હજારો હરિભક્તો લાભ લઈ શકે. તેવુ વિશિષ્ટ આયોજન કરાવમાં આવેલ છે. સભામાં પૂ. આચાર્ય સ્વામી પૂ. ધ્યાનજીવન સ્વામી, પૂ. પરમચિતંન સ્વામી, કથાવાર્તાનો લાભ આપશે. સભામાં પ્રવચન ઉર્તન, તેમજ ઓડીયો, વીડિયોના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પ્રસંગની રજૂઆત કરવામાં આવશે.