તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવીપારડી પાસે 700 કિલો ગૌમાસ ઝડપાયું

નવીપારડી પાસે 700 કિલો ગૌમાસ ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીપારડીપાસે મંગળવારના રોજ સવારે મારૂતી ઈકો કારમાં કંતાનના કોથળામાં ગૌમાંસનો જથ્થો બિનવારસી હાલતમાં 700 કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો.

કામરેજ તાલુકાના નવીપારડી ગામની સીમમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ સાંઈનાથ હોટલ પાસે મંગળવારના રોજ સવારે 7.00 કલાકે નંબર વગરની મારૂતી ઈકો ગાડીમાથી બિનવારસી હાલતમાં માંસનો જથ્થો મળી આવ્યો હતો. કામરેજ પોલીસને જાણ થતા આંગે તબીબી પરીક્ષણ કરાવતા 700 કિલો માંસના જથ્થામાં ગૌમાંસ હોવાનુ બહાર આવતા કામરેજ પોલીસે ગુનો નોંઘ્યો હતો. કઠોર જ્યુડી.મેજી.ની પરવાનગી લઈને માસના જથ્થાનો ગૌચરમાં નિકાલ કરાયો હતો. ગાડીના એન્જીન નંબર અને ચેંચીસ નંબરનના આઘારે માલિકની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ માસનો જથ્થો કોણે ભરાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...