તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજસ્થાનથી લૂંટ કરીને ભાગેેલા બે લૂંટારૂ કામરેજથી પકડાઈ ગયા

રાજસ્થાનથી લૂંટ કરીને ભાગેેલા બે લૂંટારૂ કામરેજથી પકડાઈ ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનનાવેલાગરી ગામે સોનીને માર મારી પાંચ ઇસમોએ લૂંટ કરી હતી. ત્યારબાદ પોલીસમાં પકડાઈ જવાના ડરે બે ઇસમો બોલેરો જીપ લઈને રાજસ્થાનથી સુરત ખાતે રહેતા મિત્રને ત્યાં આશરો લેવા લેવા આવતા હતા. ત્યારે કામરેજ બસ સ્ટેન્ડમાંથી એસઓજી પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યા હતા. જ્યારે આશરો આપનારની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત જિલ્લા એસઓજી પોલીસ રવિવારે પેટ્રોલિંગમાં હતી. સમયે બાતમી મળી હતી કે રાજસ્થાનમાં લૂંટ ચલાવી ત્રણ ઇસમો બોલેરો જીપ ચોરી કરીને લઈને આવ્યા છે અને કામરેજ ખાતે આવેલ બસ સ્ટેન્ડમાં પાર્ક કરી છે. જેથી એસઓજી પોલીસે બોલેરો જીપ કોર્ડન કરી લીધી હતી અને બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. બોલેરો જીપની આગળ આરજે 2 યુએ 7701 અનુસંધાનપાના નં. 2

સુરત ખાતે રહેતા મિત્રને ત્યાં આશરો લેવા આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...