• Gujarati News
  • લસકાણામાં ગરમ પાણીથી દાઝેલી બાળાનું મોત

લસકાણામાં ગરમ પાણીથી દાઝેલી બાળાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગડી પર પાણી ગરમ થઈ રહ્યું હતું ત્યારે પગ લાગતાં પાણીથી ગંભીર રીતે દાઝી હતી

ભાસ્કરન્યૂઝ. કામરેજ

કામરેજતાલુકાના લસકાણા ખાતે રહેતા પરિવારની બે વર્ષીય બાળકી પંદર દિવસ અગાઉ સગડી પર ગરમ કરવા માટે પાણી મુકેલ તેમાં પગ લાગી જતા શરીરે દાઝી જતા સારવાર દરમયાન બાળકીનું મોત નીપજ્યુ હતુ.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના લસકાણા ખાતે સરપંચના ઘર નજીક અજુર્નભાઈના મકાનમાં ભાડેથી ઓમકારભાઈ સાપલીયાની બે વર્ષની પુત્રી અર્પીતા સાથે રહે છે. ગત તા 15મી નવેમ્બરના રોજ ઘરમાં સવારે 6.00 કલાકે ઘરમાં સગડી ઉપર પાણી ગરમ કરવા માટે મુકેલ હતું, ત્યારે અર્પીતા રમતા રમતા સગડી પર મુકેલ પાણીના વાસણ પર પગ લાગી જતા કિશોરીના શરીર પર ગરમ પાણી પડતાં આખા શરીરે દાઝી ગઈ હતી.

બાળાને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત અંગેની ફરિયાદ લસકાણા બીટના જમાદાર ચંદુભાઈ સોનારે લઈ વઘુ તપાસ હાથ ઘરી છે.