તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પીપોદરા પાસે કન્ટેરમાંથી 2 લાખના ડાયપર અને સેનેટરી નેપકીનની લૂંટ

પીપોદરા પાસે કન્ટેરમાંથી 2 લાખના ડાયપર અને સેનેટરી નેપકીનની લૂંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપોદરાપાસે બાઇક પર આવેલા ત્રણ ઈસમોએ કન્ટેનર ડ્રાઈવરને ધાકધમકી આપી બે લાખથી વધુનો સામાન લૂંટી લીધો હતો.

દિલ્હીની સુમિત રોડલાઈન્સના કન્ટેનર નં (HR-55V-3709)નો ડ્રાઈવર સાજીદ ખાન નુર મહંમદ ખાન ગત 6 જૂનના રોજ રાજસ્થાનની યુનિચાર્મ કંપનીમાંથી છોકરાના ડાયપર તેમજ મહિલાઓના સેનટરી નેપકીન ભરીને મુંબઈ જવાની કળ્યો હતો. તારીખ 8મી જૂનના રોજ વહેલી સવારે ત્રણેક વાગ્યે કીમ ચાર રસ્તાના પિપોદરા પાસેથી એક ટ્રક કન્ટેનર પાછળ અથડાય હતી. જેથી ડ્રાઈવરે કન્ટેનર રોડની બાજુમાં ઊભુ રાખી બંને ડ્રાઈવર વચ્ચે નુકસાની બાબતે રકઝક ચાલી હતી. ત્યારે એક મોટરસાઈકલ ઉપર ત્રણ ઈસમો આવ્યા હતાં. અને ટ્રક ડ્રાઈવર ધાક ધમકી આપી એક્સીડન્ટ પેટે 50 આપી દે નહીં તો પોલીસ સ્ટેશન લઈ લે એમ જણાવી બે ઈસમો કન્ટેનરના કેબનમાં ચઢ્યા હતાં. અને કામરેજ બાજુ લઈ લેવા જણાવ્યું હતું. કામરેજથી સુરત તરફ રોડ ઉપર કન્ટેનર ઉમીયા મતાના મંદિર બાજુના રોડ ઉપર લઈ ગઈ કન્ટેનરમાંથી 111 કાર્ટુન ડ્રાઈવર અને ક્લીનરને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઉતારી લીધા હતાં. અંગે કન્ટેનર ચાલક મુંબઈ ઓફિસે પહોંચી ટ્રાન્સપોટરના માલિકને લૂંટ અંગે જાણ કરતાં માલિકના કહેવાથી કોસંબા પોસ્ટેમાં ત્રણ અજાણ્યા મોટરસાઈકલ સવાર ઈસમોએ 2 લાખની કિંતના 111 કાર્ટુનની લૂંટની ફરિયાદ કરી છે.

બાઇક પર આવેલા ત્રણ ઇસમો 111 કાર્ટુન લૂંટી ફરાર

અન્ય સમાચારો પણ છે...