• Gujarati News
  • વાવમાં તરુણીને લગ્નની લાલચે ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યુ

વાવમાં તરુણીને લગ્નની લાલચે ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરુણીને બદનામ કરવા ફેસબુક પર ફોટા અપલોડ કરી દીધા
કામરેજ તાલુકાના વાવ ખાતે રહેતી એક ૧૭ વર્ષીય તરુણી ત્રણ વર્ષ અગાઉ કામરેજ તાલુકાના નવાગામ ખાતે રહેતી હતી, ત્યારે એક યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાય ગયા હતાં. ત્રણ વર્ષથી લગ્નની લાલચે આ યુવાને તરુણી સાથે શરીર સંબંધ બાંઘ્યા બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી કર્યા બાદ તરુણીના ફોટા ફેસબુક પર અપલોડ કરી દેતા તરુણીએ યુવાન વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી.
કામરેજ તાલુકાના વાવ ગામે રહેતી ૧૭ વર્ષીય તરુણી શર્મીલા (નામ બદલ્યું છે) ત્રણ વર્ષ અગાઉ તેમની દાદી સાથે નવાગામ ખાતે મંદિર ફળિયામાં રહેતી હતી ત્યારે તેમની ઉમર ૧૪થી ૧૫ વર્ષની હતી. આ સમયે નવાગામ ખાતે સ્નેહવાટીકા સોસયાટીમાં રહેતા મયુરભાઈ અરવિંદભાઈ પટેલનાઓએ શર્મીલાને લગ્નની લાલચ આપીનો પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારથી તે શર્મીલાને લઈ અવાર નવાર ફરવા જતો હતો. ઉપરાંત ફિલ્મ જોવા પણ લઈ જતો હતો. આ દરમિયાન મયુરે એકલતાનો લાભ લઈ અનેકવાર શર્મીલા સાથે શરીર સંબંધ બાંઘ્યો હતો. ત્રણ વર્ષથી સતત લગ્નની લાલચે મયુર શર્મીલા સાથે શરીર સંબંધ બાંધતો હતો. દોઢ માસ અગાઉ મયુર ઈનોવા કાર ભાડે કરીને શર્મીલા તથા તેની બે બહેન અને એક બહેનપણીને મહાબલેશ્વર અને ગોવા ખાતે ફરવા લઈ ગયો હતો.
આ સમયે પણ બળજબરી પૂર્વક શર્મીલાને હોટલમાં તેના રૂમમાં રાખી તેની સાથે શરીર સંબંધ બાંઘ્યો હતો. આ ઉપરાંત અવાર નવાર વાવ ખાતે એસઆરપી કેમ્પની બાજુમાં ખુલ્લા ખેતરમાં લઈ જઈ શરૂર સંબંધ બાંધતો હતો. ત્યારે ધમકી આપી હતી કે આ હકીકત કોઈને કહેશે તો તને જીવતી નહીં છોડું. આ દરમિયાન મયુરા મિત્ર તેજશ ઉર્ફે વિપુલ શર્મીલાને મળ્યો હતો. તેણે જણાવ્યું કે મયુર અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો છે. તુ કોઈને કંઈ વાત કરશે તો જોવા જેવું થશે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત મયુરે શર્મીલાના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરી દીધા હતાં. આ સમગ્ર પ્રકરણ અંગે શર્મીલાએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં કામરેજ પોલીસે મયુર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંી આગળની તપાસ હાથ ધરી છે.