• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kamrej
  • કામરેજના માછીવાડમાં જુનો ઝઘડો ફરી વાર વકર્યો, વધુ એક ફરિયાદ

કામરેજના માછીવાડમાં જુનો ઝઘડો ફરી વાર વકર્યો, વધુ એક ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ ગામમાં માછીવાડમાં રહેતા એક સમાજના બે પક્ષો વચ્ચે જમીન બાબતથી છેલ્લા ઘણા સમયથી માથાકુટ ચાલ્યા કરતી હોવાથી ઘરે મુકેલા સીસીટીવી કેમેરા તથા મોનીટર તોડી નાંખતા બીજા પક્ષના લોકો સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

કામરેજ તાલુકાના કામરેજ ગામમાં માછીવાડમાં પીન્કેશભાઈ ગિરઘરભાઈ ભરૂચા પરિવાર સાથે રહે છે. ઘર પાસે આવેલી જમીનનો વિવાદ ચાલતો હોવાથી ઘરની આજુબાજુમાં સીસીટીવી કેમેરા નાંખવવામાં આવ્યા હતા. ગત 8મી ફેબ્રુઆરીના રોજ ફળીયામાં જ રહેતા કુટુંબના 12 લોકો સામે મારામારીની ફરિયાદ આપી હતી. જેમાં તમામની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ 1 માર્ચના રોજ બે સીસીટીવી કેમેરા તોડી 7000નુ નુકશાન પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 4 થી માર્ચના રોજ પણ પાંચ કેમેરા તોડી 7500 અને મોનીટર તોડી 5000નુ નુકશાન કરી નાંખ્યુ હતુ. એક માસ અગાઉ ફરી પરિવારજનો સાથે માર-મારી ફળિયાના લોકો સાથે થતા સામ સામે ફરિયાદ થઈ હતી. બાદમાં શુક્રવારના રોજ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હોવાની ફરિયાદ કરી હતી. જેમાં ફળીયામાં જ રહેતા 20 લોકો સામે 7 સીસીટીવી કેમેરા તેમજ મોનીટર તોડી નાંખી 19500નુ નુકશાન હોવાની ફરિયાદ આપી હતી. જે અંગે કામરેજ પોલીસે રાયોટીંગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

કોની કોની સામે ફરિયાદ
જગદીશભાઈ માછી, જયાબહેન માછી, હેપ્પી આકાશકુમાર માછી, કાલુ ઈશ્વરભાઈ માછી, મહેશ માછી, રેખાબહેન માછી, નિરૂબહેન માછી, સાગર માછી, સંજયભાઈ કાંતિલાલ માછી, જય માછી, ઘીરજ ઈશ્વરભાઈ માછી, ગગન માછી, વિજય મુળચંદભાઈ માછી, આકાશ માછી, હરેશ પરભુભાઈ માછી, નિખીલ સંજયભાઈ માછી, જીગર નવીનભાઈ માછી, પિયુષ પટેલ, હસમુખભાઈ પટેલ (રહે-ઉમરગામ),જગદીશ પટેલ (રહે-ઉમરગામ)

બે યુવકો સામે જીપી એક્ટ હેઠળ ફરિયાદ
આકાશ માછી અને ગગન પરેશભાઈ માછીએ પીન્કેશભાઈ માછીના ઘરે લગાડેલા સીસીટીવી કેમેરા હોય જે જાણતા હોવા છતા કેમેરાની સામે બિભસ્ત ચેનચાળા કરતા હોવાથી જીપી એકટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...