વેલંજા ગામે હાઈ ટેન્શન લાઈનનો રૂ.1.21 લાખનો સામાન ચોરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેલંજા ગામે 66 કે.વી સબ સ્ટેશનની બાજુમાં આવેલ કેમ્પની ખુલ્લી જગ્યામાં હાઈ ટેન્શન લાઈનના ઈલેકટ્રીક થાંભલા ઉભા કરવા માટે રાખેલા સામાનમાં ત્રણ અજાણ્યા ઈસમો આર્મરરોડ 158 સેટ અને 50 મીટર વાયર મળીને કુલ્લે 1,21,614નો સામાન ચોરી કરી ગયા હતા.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેલંજા ગામના વતની અને હાલ ઓલપાડ તાલુકાના દેલાડ ગામે વ્રજ રેસીડન્સીમાં સંજયભાઈ મનજીભાઈ ગોહિલ રહે છે. રાજકોટમાં આવેલ ગ્લોબલ પ્રોજેકટના માલિક સાગરભાઈ કંપની હાઈ ટેન્શનના ઈલેકટ્રીકના થાંભલા ઉભા કરવાનો પ્રોજેકટ આવેલો હોય તેમાં ત્રણ વર્ષથી નોકરી કરે છે. જે હાલ સુરત જિલ્લાના વાવ, લશ્કાણા, ઉત્રાણ, કોસાડ, મોરાગામમાં કામો ચાલે છે. કેમ્પ હાલ કામરેજ તાલુકાના વેલંજા ગામે 66 કે.વી સબ સ્ટેશનની બાજુમાં સામાન મટીરીયલ જેટકો કંપનીમાંથી લઈને વેલંજા કેમ્પમાં મુકવામાં આવ્યો હતો. જે કેમ્પમાં શૈલેષભાઈ તેમજ પત્ની ત્યાં રહે છે. શુક્રવારના રોજ કેમ્પ પર દેખરેખ રાખતા શૈલેષભાઈ મોડીરાત્રીના સંજયભાઈને ફોન કરીને જણાવેલ કે બાથરૂમ કરવા માટે બહાર નીકળતા જોતા કેમ્પમાં ત્રણ અજાણ્યા ઈસમો ચોરી કરતા હોવાનુ લાગતા જોતા ત્રણેય ઈસમો નાસી છુટયા હતા. જેથી કેમ્પ પર આવીને જોતા આર્મર રોડ ના 158 સેટ કિંમત 1,15,814 તથા વાયરોના ટુકડા 50 મીટર કિંમત 5800 મળી કુલ્લે 1,21,614ની ચોરી કરી ગયા હતા.જે અંગે કામરેજ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ આપી હતી.જે અંગેની વઘુ તપાસ પીએસઆઈ અનિરૂદ્ધ કામળીયા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...