તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખોલવડ ગામે ટેમ્પોચાલક દ્વારા બાઇકસવાર યુવક પર હુમલો

ખોલવડ ગામે ટેમ્પોચાલક દ્વારા બાઇકસવાર યુવક પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોલવડમાંવાહન ચલાવવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ટેમ્પોના ચાલક સહિત ત્રણ ઈસમે બાઇકસવાર યુવકને માર માર્યો હતો.

કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં એકતાનગર સોસાયટીમાં ગ્રાઉન્ડ ફલોર પર સમીર યુસુફભાઈ કનાડ રહે છે. જેઓ બુધવારના રોજ સવારે 9.00 કલાકે ઘરેથી પોતાની મોટરસાઈકલ નંબર (જી જે 5 એલ પી 146) લઈ કામરેજ ચાર રસ્તા સામાન લેવા માટે ગયા હતા. સમાન લઈને પરત કામરેજ ચાર રસ્તા દુકાને જતા હતા ત્યારે ખોલવડ ગામના જૂના બસ સ્ટેન્ડની સામે રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે 11.30 કલાકે એક ટાટા ટેમ્પો નંબર (જી જે 5 યુ 245)ના ચાલક ખોલવડ ગામ તરફ આવતો હતો.

બાપુનગર જવાના રસ્તા ઉપર ટેમ્પો મોટરસાઈકલ સામે લાવતાં ટેમ્પોના ચાલકે ગાડી જોઈને ચલાવ તેમ કહેતાં ઉશ્કેરાઈ ગયા હતા. ગામના ભરતભાઈ રાણાભાઈ મેર હાથમાં ટોમી લઈને આવીને સમીરને તું કેમ મારી સામે ગાડી લઈ આવ્યો, તેમ કહીને માર મારવા લાગતાં ભરતનો ભાઈ લક્ષ્મણ મેર પણ આવીને મારવા લાગતાં બીજો એક ઈસમ પણ આવી ગયો. ત્રણેય ઈસમે મળીને સમીરને હાથ તથા પગના ભાગે ઈજા કરીને ટેમ્પોમાં નાસી છૂટ્યા હતા. સમીરને ઈજા થતાં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જે અંગે કામરેજ પોલીસ મથકમાં સમીરે ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...