તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેલંજાની સહજાનંદ સોસાયટીમાં મહિલા મંદિરે ગઈ ને ઘરમાં ચોરી

વેલંજાની સહજાનંદ સોસાયટીમાં મહિલા મંદિરે ગઈ ને ઘરમાં ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેલંજાગામે શેખપુર રોડ પર આવેલી સહજાનંદ વાટિકા સોસાયટીમાં મકાન બંધ કરીને મંદિરે દર્શન કરવા જતા તસ્કરો નકુચો તોડી ઘરમાં મૂકેલાં ઘરેણાં તથા ટીવી મળી કુલ્લે 58,000ની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઝડકલા ગામના વતની અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજા ગામની સીમમાં શેખપુર જતા રોડની બાજુમાં આવેલ સહજાનંદ વાટિકા સોસાયટીમાં મકાન નંબર 112માં ભરતભાઈ ધનજીભાઈ ખૂંટ પત્ની કૈલાસબહેન, પુત્ર રૂદ્ર તથા ભાઈ ભાવેશ સાથે રહે છે. વરાછા લંબે હનુમાન ખાતે પાનમાવા તથા ઠંડાં પીણાંની દુકાન ચલાવે છે. બુધવારના રોજ ભરતભાઈ સવારે ઊઠીને દુકાને જતા રહ્યા હતા. ભાઈ પણ પોતાના ધંધા ઉપર જતો રહ્યો હતો.

બપોરના ભરતભાઈ જમીને દુકાન જતા રહ્યા હતા. સાંજના 5.00 કલાકે ભરતભાઈનાં પત્ની કૈલાસબહેન ગામમાં આવેલા મંદિરે મકાન બંધ કરીને દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને સાંજે 6.15 કલાકે ઘરે આવતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોતાં ઘરમાં ચોરી થયાનો અંદાજ આવતાં સોસાયટીમાં રહેતા પડોશીને બોલાવ્યા હતા.

પતિને પણ ફોન કરીને બોલવતાં ઘરે આવીને તપાસ કરતાં મકાનમાં મૂકેલો સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોતાં તપાસ કરતાં ટીવી કિંમત 7000, મોબાઈલ કિંમત 500, અંદરના રૂમમાં મૂકેલી તિજોરીમાં મૂકેલા સોનાની ચેઈન પેન્ડલ સાથે કિંમત 25000, મંગળસૂત્ર 15000, વીંટી 10,000, ચાંદીના સાંકળાં 500, બેંકની પાસબુક સહિત કુલ્લે તસ્કરો 58,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે ભરતભાઈએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં વધુ તપાસ પીએસઆઈ ઝેડ. એલ. ઓડેદરા કરી રહ્યા છે.

ઘરેણાં તથા ટીવી મળી 58,000ની માલમતા ચોરાઈ

અન્ય સમાચારો પણ છે...