તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદથી સગીરાનું અપહરણ કરનારો યુવક કામરેજથી ઝડપાયો

અમદાવાદથી સગીરાનું અપહરણ કરનારો યુવક કામરેજથી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં દાદા ભગવાન મંદિર તરફ જવાના રોડ પરથી સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી લઈ જવાની ઘટનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કામરેજ પોલીસને સુપ્રત કર્યો હતો. સુરત જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસો પીઆઈ એમ. એ. સુમરા તથા એએસઆઈ દિલીપભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન કામરેજ ચાર રસ્તા નજીક દાદભગવાન મંદિર તરફ જવાના રોડ ઉપર દિનેશ ઉર્ફે રાકેશ ભરતભાઈ પટણી (દેવી પૂજક) (21) (મૂળ રહે. મોનોસણા, તા. વડગામ, જિ. બનાસકાંઠા, હાલ રહે. બાલકૃષ્ણ નગર, ફૈજલપુર બોડા, અમદાવાદ)નાઓને એક 17 વર્ષની સગીરા સાથે ઝડપી લીધો હતો. યુવાન અમદાવાદ ખાતેથી સગીરાને લગ્ન કરવાની લાલચે લલચાવી ફોસલાવી ભગાવી લાવ્યો હતો. જે અંગે પોલીસે તેમના વિરુદ્ધ સીઆરસીપી 41 (1) આઈ મુજબ અટકાયત કરી આરોપી તથા સગીરાનો કબજો અમદાવાદ શહેરને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...