તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કામરેજમાં ધોરણપારડી અને ડુંગરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કામરેજમાં ધોરણપારડી અને ડુંગરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજપોલીસે બાતમીના આધારે ડુંગરા ગામેથી નવીકોલોનીમાંથી 12660ના બિયરનો જથ્થા સાથે એક મહિલા પકડાઈ હતી. અને ઘોરણપારડી પાસે નેશનલ હાઈવે નંબર પર ટાટા 407 ટેમ્પામાંથી 42240નો વિદેશી દારૂનો જથ્થા સહિત કુલ્લે 2,82,240નો મુદામાલ પકડાઈ હતી.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ પોલીસ મથકમાં કામરેજ બીટના જમાદાર મહેન્દ્રભાઈ કાંતિભાઈને ગુરુવારના રોજ બાતમી મળી હતી ડુંગરા નવી કોલોનીમાં રહેતા બુટલેગર મનીષ સુમનભાઈ રાઠોડ વિદેશી દારૂનો ધંધો કરે છે. જે બાતમીના આધારે પો.કો કુલદીપદાન સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બુટલેગરની માતા રેવાબહેન પોલીસને જોઈ મકાન બંધ કરીને ભાગવા જતા પકડાઈ જતા મકાનમાં તપાસ કરતા 82 નંગ બિયરનો જથ્થો કિંમત 12,660 નો મુદામાલ પકડાઈ ગયો હતો. જે અંગે મનીષને પોલીસે વોન્ટેડ જાહેર કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે. જ્યારે પો.કો મહેશભાઈ ગાંડાભાઈને શુક્રવારના રોજ સવારે 7.00 કલાકે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 8 પર વિદેશી દારૂનો જથ્થો ઉતરવાનો છે જે બાતમીના આધારે અન્ય સ્ટાફ સાથે વોચમાં હતા તે દરમિયાન ઘોરણપારડી ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 8 પર મુંબઈ-અમદાવાદ રોડ પર એક ટાટા 407 ટેમ્પા નંબર (MH-04DL-4550)માંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારતો હતો પોલીસ પહોચતા બે ઈસમ નાસી છુટયા હતા. ટેમ્પાના ચાલક રામસીંગ પ્રહલાદ ચૌહાણ (રહે-ધાનીવ ગાંગડીપાડા જિ-પાલઘર મહારાષ્ટ્ર) નાસી છુટેલા ઈસમ બાબતે પુછતા લંબુ (રહે-દમણ) નામના ઈસમે વાપી રોડ પર ઉભો રહીને લીફટ લઈને એક્ષપોર્ટનો માલ લઈને સુરત જવુ તેમ કહીને બેસાડેલ હતો ટોલનાકા પાસ કર્યા પછી ટેમ્પો ઉભા રાખવાનું જણાવતા એક એકટીવા નંબર (GJ-5 NB 2213) લઈને એક ઈસમ લઈને આવી ગયો હતો. જે બાદમાં પોલીસ આવી જતા બંને ઈસમ નાસી છુટયા હતા. ટેમ્પામાં વિદેશી દારૂની અલગ-અલગ કંપની કુલ્લે બોટલ નંગ 480 કિંમત 42240 તથા ટેમ્પાની કિંમત 2,00,000, એકટીવા કિંમત 40000 મળી કુલ્લે 2,82,240નો મુદામાલ સાથે ટેમ્પા ચાલકને પકડી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

3,24 લાખના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત બે પકડાયા

અન્ય સમાચારો પણ છે...