તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કામરેજ ગામે ઘાસનાં પૂળિયામાં આગ લાગતા આખો તબેલો ખાક

કામરેજ ગામે ઘાસનાં પૂળિયામાં આગ લાગતા આખો તબેલો ખાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારનારોજ બપોરના સમયે કામરેજ ગામ પાસે આવેલ સત્યમનગર સોસાયટીમાં ભેસના તબેલામાં અચાનક આકસ્મીક રીતે આગ લાગી જતા ત્રણ ભેંસ દાઝી ગઈ હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં દાદા ભગવાન મંદિર પાસે આવેલ સત્યમ નગર સોસાયટીમાં બાથાભાઈ ઘેલાભાઈ ભરવાડ રહે છે. જેઓ પશુપાલનનો વ્યવસાય કરે છે. શનિવારના રોજ બપોરના 1.00 કલાકે બાથાભાઈના ઘરમાં પાછળના ભાગે આવેલ ભેંસના તબેલામાં રાખેલ પશુના આહાર માટેના પરાળમાં અચાનક આગ લાગી હતી. જે જોતા લોકોએ બુમા-બુમ કરતા પાડોશમાં રહેતા લોકો મદદે દોડી આવ્યા હતાં. અને હાથવગા સાધન ડોલ વડે આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સૂકા ચારામાં આગ વધુ વિકરાળ બની હતી.

તબેલાની ઉપર રાખેલ ચારો પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ઘારણ કરતા બાથાભાઈએ સુરત મહાનગર પાલિકાની ફાયર ફાયટરોની ટીમને જાણ કરતા મોટાવરાછા અને આઈઆરબીની ટીમ સત્યમ નગર ખાતે દોડી આવ્યા હતાં. ફાયર ફાયટરોની એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગની ઘટનામાં તબેલામાં બાંધેલી ત્રણ ભેંસ દાઝી જવા પામી હતી. આગમાં તબેલો સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો. ઘટના બનતા લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. આગ બાબતે સ્થાનીક લોકોને પુછપરછ કરતા તળખો ઉડતા આગ લાગી હોવાનુ અનુમાન લગાવી રહ્યા છે.

કામરેજ ખાતે તબેલામાં આગ લાગતા મોટું નુકસાન ભેંસ દાઝી

સૂકા ઘાસમાં લાગેલી આગ ઘડીભરામાં વિકરાળ બની

ભીષણ આગમાં ત્રણ ભેસ પણ ગંભીર રીતે દાઝી ગઇ

અન્ય સમાચારો પણ છે...