તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘલામાં લગ્ન માટે દબાણ કરતાં મહિલાની હત્યા કરી દેવાઈ હતી

ઘલામાં લગ્ન માટે દબાણ કરતાં મહિલાની હત્યા કરી દેવાઈ હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજનાઘલા જતા રોડ પર ઘોરણપારડી ગામની સીમમાં ચાની લારી પાસે સુરતની મહિલાની થયેલી હત્યાનો ગુનો ઊકેલાયો છે. હત્યા કરનારા ઇસમની જિલ્લા એલસીબી પોલીસે રવિવારે ઝડપી પાડ્યો હતો. યુવતી લગ્ન કરવા દબાણ કરતા હત્યા થઇ હોવાનું જાણવા મળી છે. સુરત

કામરેજ ઘલા પાટીયા પાસે ચાની લારી પાસે સવારે મહિલાની ગળાના ભાગે કટર વડે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમાં સોશિયલ મીડિયા દ્વારા મહિલાની શુક્રવારે ઓળખ થતાં મૂળ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સગવાડ ગામના વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી સુરત પાલ વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં બિલ્ડિંગ નંબર 20માં ફલેટ નંબર 301માં રહેતી ભાનુબેન લાલજીભાઈ ચૌહાણ (35) હોવાનું ખૂલ્યું હતું. જેમાં હત્યારા સુધી પહોંચવા સુરત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ કામરેજ પોલીસે અઠવા ગેટ જુના આરટીઓ પાસે બેસી રહેતી ત્યાં સીસીટીવી ફુટેજ તેમજ ઓટો રિક્ષાવાળા, વોચમેન તેમજ લારી-ગલ્લાવાળાને પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે યુવાન ...અનુસંધાન પાના નં. 2

હત્યાનો આરોપી

અઠવાગેટ પાસે નોકરી કરતા યુવાને હત્યા કરી નાખી હતી

અન્ય સમાચારો પણ છે...