• Gujarati News
  • કામરેજમાં વાનમાંથી ઈસીએમ મશીનની ચોરી

કામરેજમાં વાનમાંથી ઈસીએમ મશીનની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ કામરેજ તાલુકાના ભૈરવ ગામે પટેલ ફળીયામાં રહેતા અને ખેતી કામ કરતા અનિલભાઈ કાનજીભાઈ પટેલ એક માસ અગાઉ જ મારુતી વાન (જીજે ૫ જેસી ૮૬૨૦) લીધી હતી. આ વાન અનિલભાઈના ભાઈ પ્રકાશભાઈ (રહે- એ/૬૭ શાંતીનગર સોસાયટી નવાગામ) પણ ઉપયોગ કરે છે.ગત તા.૨૩ મીના રોજ પ્રકાશભાઈ વાન ઘરે લઈ ગયા હતા. સોસાયટીમાં રોડનુ કામ ચાલુ હોવાથી વાન સોસાયટીની બહાર રોડ પર જ પાર્ક કરી હતી. રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો વાનમાં કલીનર તરફ ડેસ્ક બોર્ડમાં લગાવેલું ઈસીએમ મશીન (કિમત ૨૦૦૦૦ રૂપિયા) ચોરી ગયા હતા. આ અંગે અનિલભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચોરી અગેની ફરિયાદ આપી હતી.
સાર સમાચાર