• Gujarati News
  • ખોલવડના યુવકની અર્ધનગ્ન હાલતમાં લાશ મળતાં ચકચાર

ખોલવડના યુવકની અર્ધનગ્ન હાલતમાં લાશ મળતાં ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુનાહિત ઈતિહાસ ધરાવતાં યુવકને માથામાં બોથડ પદાર્થ ફટકારવામાં આવ્યો હતો
ખોલવડ ગામે રેહતા ૩૦ વષીર્ય યુવાનને ચોર્યાસી ટોલનાકા નજીક નેશનલ હાઈવે નં ૮ ખાતે આવેલા ગરનાળાની નીચેથી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા પહોંચાડવામાં આવી હોવાના નિશાન છે.
ખોલવડ ગામે બાપુ નગરમાં રહેતા સુલતાન ઉસ્માન ખાન પઠાણ (ઉ.વ.૩૦)ના ગૂમ થવા અંગે ગતરોજ કામરેજ પોલીસ સ્ટેશનમાં તેમની બહેન શકીના અકબર ખાન પઠાણે ગૂમ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના બીજા દિવસે આજરોજ નેશનલ હાઈવે નં ૮ ઉપર કામરેજ ચાર રસ્તા નજીક ચોર્યાસી ટોલનાકા નજીક આવેલ ગિરીરાજ હોટલની સામે રોજ નીચેના ગરનાળામાંથી સુલતાનનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી હોવાના નિશાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુલતાન પીકપોકેટિંગ કરતો હતો. ઉપરાંત સામાન્ય ચોરીના ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. પોલીસને પ્રાથમિક તબક્કે અકસ્માત મોત નોંધી પોલીસે પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રકચાલક સાથે માથાકૂટ થઈ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર સુલતાન અને તેમની સાથેના ત્રણ-ચાર યુવાનો ચોર્યાસી ટોલનાકા નજીક નેશનલ હાઈવે નં ૮ ઉપર ટ્રક ચાલક સાથે માથાકુટ થઈ હોવાની ચર્ચા છે. ત્રણ ચાર ટ્રકચાલકો ભેગા થઈ જતા સુલતાનના સાગરિતો ભાગી છૂટયા હતાં. ત્યારબાદ હજુ સુધી તેના સાગરિતો મળી આવ્યા નથી અને સુલતાનની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. તેમના શરીર પર માત્ર ઉપરના ભાગે શટર્ પહેરેલો હતો. મોઢામાંથી જીભ પણ બહાર નીકળી આવી છે અને માથાના ભાગે ઈજાના નિશાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંઘ્યો છે
આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. એમ. ચૌહાણે જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંઘ્યો છે. કલોઝ ઓફ ડેથ સર્ટીને આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.