• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kamrej
  • આગળ ચાલતા ટ્રેકટરમાં બાઇક ઘુસી જતા દેલાડના યુવકનું મોત

આગળ ચાલતા ટ્રેકટરમાં બાઇક ઘુસી જતા દેલાડના યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓરણા ગામે રવિવારના રોજ ટ્રેકટરમાં બેસી જઇ રહેલા યુવકની ટોપી ઉડી ગઇ હતી. જેથી ટ્રેકટરના ડ્રાઇવરે વાહન થોભાવવા માટે અચાનક બ્રેક મારી દેતા પાછળ આ‌વી રહેલી મોટરસાઈકલના ટેલરમાં ઘુસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકને છાતીના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર જ મોત નીપજયુ હતું.જ્યારે બાઇક પર પાછળ બેસેલા તેમના પત્નીને ઇજા થવા પામી હતી.

અકસ્માતની આ ઘટના અંગે પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના ઓરણા ગામે વડ ફળીયામાં રહેતા વિપુલભાઈ જયંતિભાઈ પટેલનું ટ્રેકટર નંબર જીજે 20 એન 4491 લઈને મજુર લક્ષ્મણભાઈ રાઠોડ સાથે ફળીયામાં રહેતા સંજયભાઈ રાઠોડ સાથે ટ્રેકટરની પાછળ ટેલર જોડીને સવારે 10.00 કલાકે બીજાના ખેતરમાંથી ઢોરોના ચારા માટે શેરડી ભરવાની હોવાથી વજન કાંટે ટ્રેકટર અને ટેલરનુ વજન કરાવવા માટે વિપુલભાઈ ચલાવીને ઓગણા ગામે આર.કે.કોલોની સામે ઓરણા દેલાડ રોડ પર જઇ રહ્યા હતા.

આ દરમિયાન ટ્રેકટરમાં બેસેલા લક્ષ્મણભાઈની ટોપી ઉડી જતા ટ્રેકટરની અચાનક બ્રેક મારતા પાછળ મોટરસાઈકલ હિરો ડિલક્ષ નંબર જીજે 19 6464 ના ચાલાક દિપકભાઈ દુર્લભભાઈ પટેલ(46) રહે-દેલાડ અને પાછળ બેઠેલા પત્ની જયશ્રીબેન સાથે ટેલરમાં અથડાતાં દિપકભાઈને છાંતીના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ પત્ની સામે જ પતિનું મોત નીપજયુ હતું.જે અંગે કામરેજ પોલીસને જાણ કરતા ઓરણા બીટના જમાદાર મહેશભાઈ રબારી દોડી આવીને ટ્રેકટરના ચાલક વિરુદ્ઘ પોલીસ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...