કામરેજના ખરીદ વેચાણ સંઘમાં વીજ બીલ કલેકશન સેન્ટર શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ ચાર રસ્તા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં લાઈટ બીલ ભરવા માટે સમય વેડફી કલાકો સુઘી લાઈટ બીલ ભરવા માટે લાઈન માં ઉભા રહેવુ પડતુ હતુ.આ મુશ્કેલીઓથી હવે છુટકારો મળી જશે.હવે ગ્રાહકોને પજતી હાલાકી દુર થઈ ગઈ છે.

સુરત શહેરનુ પ્રવેશ દ્રાર ગણાતા કામરેજ તાલુકાનો વિકાસ ખુબ જ જોરશોર થી વઘી રહ્યો છે.જેમાં પણ ખાસ કરીને કામરેજ ચાર રસ્તા ની આજુબાજુના ગામોમાં વઘતી વસ્તી લઈને કામરેજ ચાર રસ્તા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામરેજ સબ ડીવીઝનના તાબાં માં આવતા 22 ગામોના 45000 વીજ ગ્રાહકોને લાઈટ બીલ ભરવા માટે કામરેજ ચાર રસ્તાની કચેરી ખાતે આવવુ પડતુ હોય છે.જે કચેરીમાં બીલ કલેશનની માત્ર બે જ બારી હોવાથી ગ્રાહકોને કલાકો સુઘીનો કિંમતી સમય બગડતો હોવાથી ઘણી વાર ગ્રાહકો અને ડીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે પણ માંથાકુટો પણ થતી હતી.જેના લઈને કામરેજ ચાર રસ્તા ખાતે આવેલ કામરેજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્રારા કામરેજના ઘારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાની અઘ્યક્ષતામાં વીજ કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ધારાસભ્યના હસ્તે ગ્રાહકનુ પ્રથમ બીલ લેવામાં આવ્યુ હતુ.આ કલેકશન સેન્ટરથી હવે ગ્રાહકોને બીલ ભરવાની લાઈન માંથી છુટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...