કામરેજમાં 15 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | આંકોલવાડી(ગીર) ના વતની અને હાલ સુરત ના અગ્રણી ડૉકટર અને વૃક્ષપ્રેમી એવા ડૉ. વિઠ્ઠલ પટેલ (સ્મિત હોસ્પિટલ) દ્વારા એક લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.આંકોલવાડી પર્યાવરણ સમિતિ ની રચના કરી છેલ્લાં ૩ વર્ષથી દર ચોમાસામાં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ તેમની ૧૦૦ થી પણ વધારે યુવાનોની ટીમ દ્વારા કરે છે. જેના અંતર્ગત ૧૫૦૦૦ જેટલા વૃક્ષો અત્યાર સુધીમાં વાવી ચૂક્યાં છે.આ વર્ષે કામરેજ ના યુવા અગ્રણી અને સેવાભાવી એવા અલ્પેશભાઈ વાડોદરીયા ના સહયોગ થી કામરેજ ગામની જુદીજુદી સોસાયીઓમાં વૃક્ષારોપાણની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લોકો નો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...