વલથાણ ગામ પાસે ટેમ્પોમાંથી રૂ. 16,200નો દારૂ પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થ્રી વ્હીલ ટેમ્પમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર વલથાણ ગામની સીમમાં નહેર પાસે કામરેજ પોલીસે બાતમીના આધારે પકડી ટેમ્પોમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની કુલ્લે 408 બોટલ નંગ કિંમત 16,200 મળી કુલ્લે 2,33,200નો મુદામાલ પકડી પાડ્યો હતો.

કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા જમાદાર નરેશભાઈ તેમજ કુલદીપદાન, મહેશ સહિતનો સ્ટાફ રાત્રીના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કામરેજના ઈ.ચાર્જ પીઆઈ બી. જે. સરવૈયાને બાતમી મ‌ળી હતી કે અતુલ કંપનીનો ભુરો ટેમ્પો થ્રી વ્હીલ નંબર (GJ-5 AU -5330)માં વિદેશી દારૂ ભરીને જઈ રહ્યો છે. જે બાતમીના આધારે વલથાણ ગામની સીમમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર વોચમાં હતા. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસને જોઈ ટેમ્પો ચાલક ટેમ્પો મુકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. ટેમ્પોની પાછળનો દરવાજો ખોલીને જોતા વિદેશી દારૂની અલગ અલગ કંપનીની કુલ્લે 408 બોટલ નંગ કિંમત 1,63,200 તેમજ ટેમ્પોની કિંમત 70,000 મળી કુલ્લે કામરેજ પોલીસ 2,33,200નો મુદામાલ પકડી પાડયો હતો. પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...