તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કામરેજમાં 23મીના રોજ શહીદ દિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામરેજમાં 23મીના રોજ શહીદ દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતદેશને આઝાદી અપાવવા માટે અનેક શહીદોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. તેમને શ્રદ્ધાંજલી આપવા માટે કામરેજ ખાતે 23મી માર્ચના રોજ શહિદ દિનીની ઉજવણી કરવામાં આવશે. 23મી માર્ચ 2017 ગુરુવારના રોજ કામરેજ ખાતે શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ કામરેજ દ્વારા અલગ અલગ બે ભાગમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. રાત્રે 8.00 કલાકે બે અલગ અલગ ભાગમાં મશાલ રેલી નિકળશે જેમાં ભવાની સોસાયટી (કામરેજ ચાર રસ્તા) થી સહકાર નગર, હરિ દર્શન સોસાયટી, શ્યામ નગર, શાંતિનગરથી કેળા મંડળી ખાતે સભાના રૂપમાં ફેરવાશે. બીજા મશાન રેલી કેનાલ રોડ પર આવેલ રોયલ રેસીડેન્સી ખાતેથી રાત્રે 8.00 કલાકે પ્રસ્થાન થશે અને આસોપાલવ સોસાયટી પટેલ નગર, સીતારામ ચોક, નહેર વાળો રોડ, કામરેજ ચાર રસ્તાથી કેળા મંડળના પટાંગણમાં સભાના રૂપમાં ફેરવાઈ જશે. રાત્રિના 8.00 કલાકે કેળા મંડળીના પાંગણમાં જાહેરસભામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંગના અધિકારી ઉદ્દબોધન દ્વારા માર્ગદર્શન આપશે. ત્યારે રાષ્ટ્ર જાગરણના શહીદ દિન કાર્યક્રમમાં રાષ્ટ્ર ભક્ત જાહેર જનતા સમયસર ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામરેજ જાહેર આહવાન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો