તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રક પાર્ક કરીને ડ્રાઇવર ઈડાં ખાવા ગયો ને તસ્કરો વાહન ચોરી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક પાર્ક કરીને ડ્રાઇવર ઈડાં ખાવા ગયો ને તસ્કરો વાહન ચોરી ગયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકઅઠવાડીયા અગાઉ વિહાણ ચાર રસ્તા પર હાઈવા ડમ્પર પાર્ક કરીને ટ્રકનો ચાલક અળધો કલાકમાં ઈંડા ખાવા જતા અજાણ્યા વાહન ચોર હાઈવા ડમ્પર ચોરી કરીને નાસી છુટયા હતા. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામે થાણા ફળીયામાં હિતેશભાઈ રમણભાઈ ઓડ રહે છે. અને કાકાભાઈ મહેશભાઈ ઘુરાભાઈ ઓડની હાઈવા ડમ્પર નંબર (જીજે -16એકસ- 7567) પર છેલ્લા એક વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ડમ્પર કામરેજ વિસ્તારમાં રેતી તથા માટી ચલાવે છે. ગત 10મી માર્ચના રોજ આખો દિવસ ઉઘરાણી કરીને સાંજના 7.00 કલાકે જમીને હોળીનો તહેવાર હોવાથી કામ બંધ હોવાથી ડમ્પરના માલિક મહેશભાઈએ ડેડીયાપાડા લઈ જવા જણાવતા રાત્રીના 8.30 કલાકે ડમ્પર લઈને જવા ડ્રાઈવર હિતેશ નીકળ્યો હતો. વિહાણ ચાર રસ્તા પાસે સર્વિસ સ્ટેશન નજીક રાત્રીના 9.00 કલાકે ડમ્પર પાર્ક કરીને સેવણી ગામ તરફ જવાના રોડ પર ઈંડા ખાવા જતા અળધો કલાકમાં ઈંડા ખાઈને આવતા વાહન ચોરી કરતી ટોળકીએ ડમ્પરની ચોરી કરીને નાસી છુટયા હતા. ઈંડા ખાઈને આવતા ડમ્પર દેખાતા તપાસ કરતા કયાંય ભાળ મળતા ડમ્પર માલિકને ચોરી અંગે જાણ કરતા શુક્રવારના રોજ કામરેજ પોલીસ મથકમાં 5,50,000 લાખની ડમ્પર ચોરીની ફરિયાદ કરી હતી.

ટ્રક વિહાણ ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર પાર્ક કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો