કામરેજ પાસે માથામાં બોથડ પ્રદાર્થ મારી યુવકની હત્યા

કામરેજ પાસે માથામાં બોથડ પ્રદાર્થ મારી યુવકની હત્યા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:05 AM IST
કામરેજ ચાર રસ્તા ઓવરબ્રીજ નીચે રહેતા યુવાનની કામરેજ ગામની હદમાં આવેલી માલીબા સોસાયટીની બાજુમાંથી માથાના ભાગે રોળા તેમજ હથીયાર વડે ઈજા કરી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ લાશ મૂળ નિઝર તાલુકાના વડલીના યુવકની છે.

ગુરુવારના રોજ કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં આવેલ માલીબા રેસીડન્સીના કમ્પાઉન્ડની બાજુમાં ખુલ્લી જગ્યામાં અજાણ્યા ઈસમના માથાના ભાગે ઈંટના તેમજ હથિયાર વડે ઈજા કરી હત્યા કરાયેલી લાશ મળી આ‌વતા કામરેજ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તપાસ કરતા મરનાર ઈસમ મૂળ તાપી જિલ્લાના નિઝર તાલુકાના વડલી ગામે રહેતો અને હાલ કામરેજ ચાર રસ્તા ઓવરબ્રીજ નીચે રહેતો યુવાન અને છુટક મજુરી કામ કરતો મહેશ જંયતિભાઈ વસાવા(27)નો હોવાનુ કામરેજ ભૈરવ કોલોનીમાં મરનાર મોટોભાઈ દિલીપ પોતાની ભાઈનો મૃતદેહ ઓળખી બતાવતા કામરેજ પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

X
કામરેજ પાસે માથામાં બોથડ પ્રદાર્થ મારી યુવકની હત્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી