કઠોદરાની પ્રાથમિક શાળા પાસે કાર અચાનક કાર સળગી ઉઠતા દોડધામ

કામરેજ | મૂળ અમરેલી જિલ્લાના ગોવિંદપુરના વતની અને હાલ કારીગલ ચોક રૂક્ષમણી સોસાયટીમાં રહેતા વિપુલ પાનસુરિયા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
કઠોદરાની પ્રાથમિક શાળા પાસે કાર અચાનક કાર સળગી ઉઠતા દોડધામ
કામરેજ | મૂળ અમરેલી જિલ્લાના ગોવિંદપુરના વતની અને હાલ કારીગલ ચોક રૂક્ષમણી સોસાયટીમાં રહેતા વિપુલ પાનસુરિયા ફર્નિચરનો ધંધો કરે છે. બે દિવસ અગાઉ રાત્રી મિસ્ત્રી પુરખારામ સાથે પોતાની હુન્ડાઈ કાર નંબર (GJ- 24K-0175) લઈને કામરેજ તાલુકાના કઠોદરા ગામે આવેલ સોમેશ્વર સોસાયટીમાં મકાનમાં કાચ ફિટ કરવા જતા હતા. ત્યારે રાત્રીના 9.15 કલાકે કઠોદરા પ્રાથમિક શાળા પાસે પાર્ક કરેલી તેમની કારમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો. અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર આખી સળગી ગઈ હતી. ઘટનાને લઇ થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી.

X
કઠોદરાની પ્રાથમિક શાળા પાસે કાર અચાનક કાર સળગી ઉઠતા દોડધામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App