દારૂના ગુનામાં પકડાયેલા વાહનનોના નંબર પણ ખોટા

દારૂના ગુનામાં પકડાયેલા વાહનનોના નંબર પણ ખોટા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:05 AM IST
સાત માસ અગાઉ સુરત જિલ્લા એલસીબીએ વલણ ગામ પાસેથી ઈનોવા ફોર વ્હીલમાંથી મારૂતી સ્વીફટ ડીઝાયરમાંથી વિદેશી દારૂનુ કાર્ટીંગ કરતા પોલીસે વિદેશી દારૂ સહિત કુલ્લે 16,45,000નો મુદામાલ પકડી પાડયો હતો. પોલીસે કારના એન્જીન અને ચેચીસ નંબરના આઘારે તપાસ કરતા કારના બોગસ નંબરો હોવાનુ બહાર આવ્યુ હતુ.

ગત 19મી ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લા એલસીબીની ટીમે કામરેજ તાલુકાના વલણ ગામની સીમમાં ઉંભેળથી વલણ જતા રોડ પર એક મારૂતી સ્વીફટ કારનો ચાલક તથા કલીનર સાથે મળીને કાર્ટીંગ કરી રહ્યા હોવાની બાતમીના આઘારે એસઓજીની ટીમ સાથે ઈનોવા કારમાંથી ચાર ઈસમો સફેદ કલર મારૂતી સ્વીફટ ડીઝાયર નંબર (GJ-5 JL- 5313) ભરતા પોલીસને જોઈ તમામ ઈસમો ખેતરાડીમાં નાસી છુટયા હતા. બંને કારમાંથી 1,38,000 દારૂ પકડી પાડયો હતો. પોલીસે બંને કારના એન્જીન અને ચેચીસ નંબર આઘારે તપાસ કરતા ઈનોવા કાર જાન્યુઆરી માસમાં મહારાષ્ટ્રના પુના શહેરના અલકાર પોલીસ મથકની હદમાંથી ચોરી થઈ હતી. જયારે મારૂતી સ્વીફટ કાર અમદાવાદ શહેર ગાયકવાડ હવેલી પોલીસ મથકની હદમાં કારના માલિકના ડ્રાઈવરે ઠગાઈ કરી કાર વેંચી નાંખી હતી.જે બન્ને વાહનોમાં માંગીલાલ ઉર્ફે ટકલો લાખારામ બિશ્નોઈ તથા શ્રવણ જાલારામ બિશ્નોઈ સાથે મળીને વિદેશી દારૂ ભરીને ઈનોવામાંથી સ્વીફટ કારમાં ખાલી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા નાસી છુટયા હતા. જેમાં માંગીલાલ સરથાણા પોલીસે 27મી જુલાઈનો રોજ પકડી પાડતા કામરેજ પોલીસ મથકની હદનો ગુનો કબુલ કરતા પોલીસે કબજો લઈ કઠોર કોર્ટમાં રજુ કરીને ફઘર રીમાન્ડ મેળ્વાયા હતા.બુઘવારના રોજ બન્ને ઈસમ વિરૂદ્ધ બોગસ નંબર પ્લેટ ગલાવાનો પણ ગુનો નોંઘવામાં આવ્યો હતો.

X
દારૂના ગુનામાં પકડાયેલા વાહનનોના નંબર પણ ખોટા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી