તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સગાઈ બાદ મંદિરે દર્શને જતાં યુવક યુવતીનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગાઈ બાદ મંદિરે દર્શને જતાં યુવક-યુવતીનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતનોયુવક સગાઈ બાદ વાગદત્તા સાથે ગાયપગલા મંદિરે દર્શનાર્થે નીકળ્યો હતો. જ્યાં ઘલા પાટિયા પાસે જીપે તેમની બાઈકને અડફેટે લેતાં યુવક યુવતીના સ્થળ પર મોત નીપજ્યા હતા. સોમવારના રોજ રજા હોવાથી મોટરસાઈકલ પર કામરેજના ગાયપગલા દર્શન માટે જતા ચોર્યાસી ટોલનાકા આગળ ઘલા પાટિયા નજીક અમદાવાદથી મુંબઈ જતા રોડ ક્રોસ કરતી વેળાએ એક બોલેરો જીપે અડફેટમાં લીધા હતાં.

અંગે મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લા મહુવા તાલુકાના ધરાઈ ગામના વતની અને હાલ સુરત શહેરના ભગવતી કૃપા સોસયાટીમાં કારગીલચોક સુરત ખાતે રહેતી મમતાબહેન કનુભાઈ પડસારા (30)નાઓના સગપણ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે રહેતા મયુરભાઈ મનસુખભાઈ સોજીત્રા (30) સાથે થયા હતાં. સોમવારના રોજ રજા હોવાથી મયુર તથા મમતા મોટરસાઈકલ ઉપર કામરેજ તાલુકાના ગાયપગલા ખાતે મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યારે નેશનલ હાઈવે નં 8 ઉપર બપોરે 2.30 વાગ્યાના અરસામાં ચોર્યાસી ટોલનાકુ વટાવી ઘલા પાટિયા પાસે મોટરસાઈકલ લઈ ગાયપગલાં તરફ વળવા માટે રોડ ક્રોસ કરતાંહતાંત્યારે એક બોલોરે પિકઅપ કાર નં (GJ-5AU-1183)ના ચાલકે મુયુરનું મોટરસાઈકલને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મયુર અને મમતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

ઘલા પાટિયા નજીક ગંભીર અકસ્માત

બાઇક પર ગાયપગલા જઇ રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો