તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kamrej
  • સિદ્ધાર્થ લો કોલેજ તેમજ કાનૂની સેવા સમિતિ કઠોર દ્વારા એન્ટી ડ્રગ ડે શિબિર

સિદ્ધાર્થ લો કોલેજ તેમજ કાનૂની સેવા સમિતિ કઠોર દ્વારા એન્ટી ડ્રગ ડે શિબિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજ અને તાલુકા કાનૂની સેવા સમિતિ કઠોર દ્વારા કાનૂની શિક્ષણ શિબિરમાં એન્ટી ડ્રગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં લો કોલેજના પ્રિન્સિપાલ ડો. વિક્રમ દેસાઈ સ્વાગત પ્રવચન કરીને ટી.વાય, એલ.એલ.બીના વિદ્યાર્થીઓને શિબીરના વિષય એન્ટી ડ્રગ દિવસ સંબંધે યુનોમાં થયેલી નવી કાયકાકીય નીતિની માહિતી આપી હતી. તેમજ લોકોને વ્યસન આર્થિક તથા સામાજિક રીતે પાયમાલ કેવી રીતે કરે તે અંગે જણાવ્યુ હતુ. કઠોરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ વી. જે. ચૌહાણે જણાવ્યું હતું કે નશીલા પદાર્થો ત્રણ રીતે નુકસાન કરે છે. જેમાં શારીરિક, આર્થિક, સામાજિક રીતે કરે છે.

ડ્રગ મેળવવા માટે ચોરી કરતા રહે છે. જે સમાજને દૂષણ કરે છે. જે વ્યક્તિ ડ્રગ સેવન કરતો હોય તેને શારીરિક રીતે જેમ કે હૃદયના ધબકારા વધી જાય છે. બીપી વધી જાય છે. બ્રેન અસંતુલિત થાય છે. કેન્સર થાય છે. જે વ્યકિત ડ્રગ લેતો હોય તે સરખો ઉભો પણ રહી શકતો નથી. કઠોરના એડિશનલ સિવિલ જજ એચ. આર. ઠાકોરએ જણાવ્યું હતું કે યુવાધન આપણું સારા માર્ગે જાય તો આપણા દેશનો સારો વિકાસ થાય. આપણા યુવાધન વ્યસનથી દૂર રહે તે માટે આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. એક વકીલ 100 વ્યકતિને માર્ગ ચીંધી શકે છે. જે બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે. બાદમાં કઠોરના બીજા એડીશનલ સીવીલ જજ રાહુલ અગ્રવાલ જણાવ્યુ હતુ કે જેટલી પણ કોર્ટ સ્થાપિત થઈ છે. જે ન્યાય આપવા માટે છે. પણ તે પુરતુ નથી. યુવાઓ નશીલા પદાર્થો તરફે આગળ ન વઘે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવે છે.

એન્ટી ડ્રગ દિવસ માટે અલગ અલગ સંસ્થા સ્થાપિત કરવામાં આવી છે.

ડ્રગની અસરથી શું થાય છે
જે વ્યક્તિ ડ્રગ સેવન કરતો હોય તેને શારીરિક રીતે જેમ કે હૃદયના ધબકારા વધી જાય છે. બીપી વધી જાય છે. બ્રેન અસંતુલિત થાય છે. કેન્સર થાય છે. જે વ્યકિત ડ્રગ લેતો હોય તે સરખો ઉભો પણ રહી શકતો નથી. નશીલા પદાર્થો ત્રણ રીતે નુકસાન કરે છે. જેમાં શારીરીક, આર્થિક, સામાજિક રીતે કરે છે. ડ્રગ મેળવવા માટે ચોરી કરતા રહે છે. જે સમાજને દૂષિત કરે છે. વી. જે. ચૌહાણ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, કઠોર

અન્ય સમાચારો પણ છે...