તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવારે બાળકો સાથે ચોપડા લેવા નિકળેલી પરિણીતા ગુમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નનસાડ ગામે મારૂતી વિલામાં રહેતી પરિણીતા દસ દિવસ અગાઉ બંને બાળકોને લઈને સોસાયટીના નાકે સ્ટેશનની દુકાને જાઉં છુ તેમ કહીને ગયા બાદ ઘરે પરત આવી નથી.

મુળ જામનગર જિલ્લાના મતવા ગામના વતની અને હાલ છેલ્લા અઢી માસથી કામરેજ તાલુકાના નનસાડ ગામે મારૂતી વિલા સોસાયટીમાં મકાન નંબર 71 માં સુરેશભાઈ દામજીભાઈ ધામેલીયા. માતા પિતા થતા પત્ની સુધા અને બે સંતાનમાં પુત્રી પુજા અને પુત્ર દિશાંત છે. સુરેશભાઈ ગત 16મી જુનના રોજ સુરત ખાતે હીરા ઘસવા માટે જતા રાત્રીના 7.30 કલાકે પરત ઘરે આવતા પત્ની તથા બંને સંતાનો ન જોવા મળતાં માતા મણીબહેનને પૂછતાં જણાવેલ કે સાંજના 4.30 કલાકે બંને સંતાનો લઈને સોસાયટીના નાકા પર સ્ટેશનરીની દુકાને બાળકોના ચોપડા લેવા માટે જાઉ છુ. તેમ કહીને ગયા બાદ ઘરે પરત આવ્યા ન હતા. જે અંગે સુરેશભાઈ સોસાયટીના નાકે સ્ટેશનરીની દુકાને તપાસ કરતા દુકાન બંધ આવી હતી. આજુબાજુ તમામ જગ્યાએ તપાસ કરતા બાળકો અને પત્ની ન મળતા અંતે કામરેજ પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...