• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | પુલ બને તો ગ્રામજનોનું 15 કિમીનું અતર ઘટી શકે છે, ગામના જાગૃત નાગરિક દ્વારા અનેકવાર

ભાસ્કર િવશેષ | પુલ બને તો ગ્રામજનોનું 15 કિમીનું અતર ઘટી શકે છે, ગામના જાગૃત નાગરિક દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ પણ પરિણામ શૂન્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના પિપરિયા અને વરેલી ગામની વચ્ચેથી વરેહ નદી પસાર થાય છે. નદીને કારણે બંને ગામોના લોકોએ જરૂરી કામ અર્થે આવવા જવા માટે 15 કિમીનો ફેરાવો કરવા પડે છે. જે અંગે ગ્રામજનોએ નદી પર પુલ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામના જાગૃત નાગિરકે ફરીવાર રજૂઆત કરી પુલ બનવવા માંગ કરી છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના પિપરિયા અને વરેલી ગામની વચ્ચે આવતી વરેહ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે તે માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. વરેલીથી દોઢ કિમી અને પિપરિયાથી બે કિમી દૂર વરેહ નદી વહે છે. નદી પર પુલ બને તો 15 કિમી જેટલો ચકરાવો ગ્રામજનોએ કરવો ઘટી જાય તેમ છે. આટલું નહીં પણ અહીં શેરડી પકવતાં ખેડૂતોને પણ રાહત થાય તેમ છે. પુલ બનતાં મઢી સુગર ફેક્ટરી, વ્યારા સુગર ફેક્ટરી માંડવી સુગર ફેક્ટરી અંતર અંદાજિત 28 કિમી ઘટી જાય તેમ છે. જેના કારણે લાકોનો સમય બચી જાય અને ઈંધણના ખર્ચો પણ ઘટી જાય તેમ છે. ઉપરોક્ત ગ્રામજનોએ સુરત કે કામરેજ તરફ જવા માટે ઘણી શરળતા થાય તેમ છે. અંગે અગાઉ મુખ્યમંત્રી, માર્ગ મકાન વિભાગ, લોકસંવાદ સેતુ સહિતની અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી ચૂકી છે. પરંતુ કામગીરી થતા નિરાશા વ્યાપી છે.

વરેલી પિપરિયા વચ્ચેથી પુલ બનાવવાની માંગ થઇ રહી છે તે જગ્યા

ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ

^વરેલી પિપરિયા વચ્ચેથી પસાર વરેહ નદી પર બ્રીજ બનાવવા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પુલનું નિર્માણ થઈ જાય તો ઘણા ગામોનો વ્યવહાર સરળ થાય તેમ છે. પુલ બને ગ્રામજનોના હિતમાં છે. > રોહિતપટેલ, પિપરિયાગામ અગ્રણી

પુલ બનતા 32000 લોકોને ફાયદો

વરેહનદી પર પુલ બને તો 32000 લોકોને ફાયદો થાય વરેલી અને પિપરિયા ગામની વચ્ચેથી વહેતી વરેહ નદી પર પુલ બનાવવામાં આવે તો પિપરિયા, ખંજરોલી, કમલાપોર, ઉંમરસાડી, ઉન, કોસાડી તેમજ વેરલી તરફના પાટણ, બૌધાન, કેવડિયા, વેગી, વડોદ, નોગામા ગામના 32500 લોકોને રાહત થાય તેમ છે. અને અભ્યાસ અર્થે કડોદ બારડોલી આવતાં વિદ્યાર્થીઓને પણ સરળતા પડશે અને સમયનો બચાવ થશે.

વરેલી - પિપરિયા વચ્ચે પુલ બનાવવાની પ્રબળ માંગ

અન્ય સમાચારો પણ છે...