ઉંભેળ ગામ પાસે વાનમાં આગ લાગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંભેળ ગામ માસે સીએનજી મારૂતી ઓમનીમાં અચાનક આગ લાગી જતા ગાડીમાં નુકશાન થવા પામ્યુ છે. તેમજ કાગળો પણ બળી ગયા હતા .સદનસીબે જાન હાન ટળી હતી. બુધવારના રોજ કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 8 પર બુઘવારના રોજ સાંજે 7.30 મારૂતી ઓમની ગાડી નંબર (જીજે- 5 સીએચ- 0037)માં અચાનક આગ લાગી જતા ગાડીમાં નુકશાન થતા અંદાજે 70000 જેટલુ નુકશાન થયુ હતુ.ગાડીમાં મુકેલા અગત્યના ડોકયુમેન્ટમાં બળી ગયા હતા.સદનસીબે મોટી જાનહાની ટળી હતી.જોકે આગનુ ચોકકસ કારણ હજી સુધી બહાર આવ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...