• Gujarati News
  • કામરેજમાં માટીચોરીમાં 4 ટ્રક પકડાઈ, 1.10 લાખનો દંડ ફટકારાયો

કામરેજમાં માટીચોરીમાં 4 ટ્રક પકડાઈ, 1.10 લાખનો દંડ ફટકારાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારનારોજ રાત્રીના કામરેજ મામલતદરે અચાનક ચેંકીગમાં ઉતરીને તાલુકાના છેડછા ગામેથી રોયલ્ટી વિનાની 4 ટ્રકોને પકડી અને જે ખેતરમાં નાખેલ માટી સહિત 1,10,000નો દંડ કરી ચારેય ટ્રકો સીઝ કરવામાં આવતા માટીના વિરપ્પનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

કામરેજ તાલુકામાં રેતી ચોરી બાદ હવે માટી ચોરી કરતા વિરપ્પનો પણ સક્રિય થવા માંડ્યા છે. રેંતી ચોરો વિરૂઘ્ઘ એ.એસ.પી સરોજકુમારીએ લાંલ આંખ કરતા રેતી ચોરી કરતા માફિયાએ માં ફફડાટ ફેલાઈ ગયો છે. માટી ચોરી કરતા વિરપ્પનો વિરુદ્ધ કામરેજ મામલતદાર આર. બી. અંગારીએ પણ લાંલ આંખ કરતા શનિવારના રોજ રાત્રીના બાતમીના આઘારે આકસ્મીક તાલુકા છેવાડાના ગામ છેડછા ખાતે સ્ટાફ સાથે ચેંકિગ દરમિયાન ચાર ટ્રક નંબર (જીજે 5 બીવી 4615), (જીજે 5 બીયુ 8340), (જીજે 5 એવી 4712), (જીજે 5 બીવાય 5103)ને પકડી ડ્રાઈવરની પાસે રોયલ્ટી માંગતા મળતા ચારેય ટ્રકોને સ્થળ પર સીઝ કરી હતી. અને તમામને 25000 દંડ કરતા કુલ્લે 1,00,000નો દંડ ફટકારાયો હતો.

ઉપરાંત છેડછા ગામે આવેલ બ્લોક નંબર 61 માં જયંતિભાઈ કલ્યાણભાઈ પટેલ, સુરેશભાઈ લલ્લુભાઈ પટેલના ખેતરમાં નાંખેલ 120 ટન માટીનો 10000 દંડ કરી કુલ્લે 1,10,000નો દંડ કરવામાં આવતા ટ્રક માલિક દ્વારા સોમવારના રોજ દંડ ભરી દેવામાં આવ્યો હતો.આમ મામલતદાર વાંરવાંર આકસ્મીક ચેંકીગ કરવામાં આવે તો તાલુકા તથા જિલ્લાના ઘણા માટીના વિરપ્નો પકડાશે. માટી ચોરી કરતા લોકોમાં રાતોરાત એકબીજાને ટેલીફોનીક જાણ કરતા ફફડાત જોવા મળ્યો હતો.