• Gujarati News
  • National
  • બારડોલીમાં તસ્કરો ફરી સક્રિય રાત્રિમાં બે દુકાનનાં તાળાં તૂટ્યા

બારડોલીમાં તસ્કરો ફરી સક્રિય રાત્રિમાં બે દુકાનનાં તાળાં તૂટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરમાં તસ્કરોને ડામવામાં પોલીસ સતત નિષ્ફળ રહી છે. નગરમાં તાળાં તૂટવા, ચેઈન સ્નેચિંગ સહિતની ઘટના બનતી હોવા છતાં પોલીસ ‘સબ સલામત હૈ’ની નીતિ અપનાવી રહી છે. ગુરુવારના રોજ વહેલી સાવરે બે બંધ દુકાનના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, દુકાનમાં કિંમતી વસ્તુ ન મળતાં તસ્કરોએ પરચુરણ સિવાય ખાલી હાથે ફર્યા હતાં. જોકે, બંને ઘટના અંગે પોલીસમાં જાણ કરવામાં આવી નથી.

બારડોલી નગરમાં અવાર નવાર ચોરી ચીલઝડપની ઘટના બનવા પાછળ પોલીસની નિષ્ક્રીયતા હોવાનું નગરજનો માની રહ્યાં છે. નગરમાં તાળાં તૂટવાની ઘટના સતત બની રહી છે.ગુરુવારની વહેલી સવારે હીરાચંદ નગરમાં એક દુકાનનું શટરનું નકુચ તોડી શટર ઉંચુ કરી અંદર ઘૂસ્યા હતાં. પરંતુ દુકાનમાં કશુ કિંમતી વસ્તુ ન મળતા ખાલી હાથે ફરત ફર્યા હતાં. જોકે, દાનપેટી મુકી હતી. જેમાં અમૂક રૂપિયા હતાં. એ લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનામાં બે તસ્કરો હોવાનું મુખ્ય માર્ગ પર આવેલ દુકાનની બહારના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બંને તસ્કરોએ નકાબ ધારણ કર્યુ હોવાનું જાણવા મળેલ છે. જ્યારે ગોવિંદાશ્રમની બાજુની ગલીમાં પણ એક દુકાનનું શટરનો નકૂચો તોડી દુકાનમાં ઘૂસ્યા હતાં. પરંતુ અંદર થોડુ પરચુરણ સિવાય કશું કિંમતી વસ્તુ ન હોવાથી ત્યાં પણ ખાસ હાથ તસ્કરોને લાગ્યું ન હતું. એક જ રાત્રિમાં બે દુકાનના તાળાં તૂટવાની ઘટના બની છે. દુકાનદારોએ કોઈ કિંમતી વસ્તુ કે રોકડની ચોરી થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...